હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચોટીલા હાઈવે પર સ્ટંટબાજો બેફામ: 2 બાઇકચાલકોએ મોડી રાત્રે બાઇક પર સૂતા સૂતા જોખમી રીતે સ્ટન્ટ કર્યા
બેફામ સ્ટંટ કરીને સ્ટંટબાજોએ જાણે કે હાઇવેને બાનમાં લીધો. સ્ટંટબાજોનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે હવે તેના આધારે તપાસ શરૂ કરી

સુરેન્દ્રનગરમાં ચોટીલા હાઈવે પર સ્ટંટબાજો બેફામ બન્યા હતા 2 બાઇકચાલકોએ મોડી રાત્રે હાઈવે પર જોખમી રીતે બાઈક હંકાર્યું હતું . રીલ્સ બનાવવા માટે બાઇકચાલકોએ બાઇક પર સૂતા સૂતા સ્ટંટ કર્યા. હતા આવા સ્ટંટ થકી તેમના જીવ તો જોખમમાં મુક્યા પરંતુ રસ્તા પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોના જીવ પર પણ જોખમ સર્જ્યું હતું .
મોલડી ગામ નજીક બે યુવકોની સ્ટંટબાજીનો વીડિયો સામે આવતાં લોકોમાં ભારે આક્રોશ છે
મોલડી ગામ પાસે બે યુવકો પોતાની બાઇક પર સૂઈને સ્ટંટ કરતા જોવા મળ્યા. જેમ કે ફિલ્મોમાં દેખાડતા હોય એવો જોખમી સ્ટંટ હાઇવે પર, તે પણ વાહનોની સતત અવરજવરની વચ્ચે કરાયો હતો. એક તરફથી કાર, ટ્રક, બસ પસાર થતી હતી, તો બીજી તરફ આ યુવકો પોતાની મજા માટે જીવન અને નિયમોની પરવા કર્યા વગર બાઇક પર સીનસપાટા કરતા રહ્યા. આ સ્ટંટબાજી માત્ર તેમની જ જિંદગી નહીં, પરંતુ અન્ય મુસાફરો માટે પણ ગંભીર જોખમ બની રહી હતી.
બેફામ સ્ટંટ કરીને સ્ટંટબાજોએ જાણે કે હાઇવેને બાનમાં લીધો હતો . સ્ટંટબાજોનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે હવે તેના આધારે તપાસ શરૂ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
