<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

ઉના કોર્ટ બહાર એક કારમાંથી ગન મળી આવતા ખળભળાટ : પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડ્યો

સામાન્ય દેખાતી આ ઘટના પાછળ ગંભીર બેદરકારી બહાર આવતા હવે એક પોલીસ જવાન સામે સત્તાવાર ફરિયાદ નોંધાઈ

ઉના કોર્ટ બહાર એક કારમાંથી ગન મળી આવતા પોલીસ વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સામાન્ય દેખાતી આ ઘટના પાછળ ગંભીર બેદરકારી બહાર આવતા હવે એક પોલીસ જવાન સામે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. 

ઉના કોર્ટ બહાર પાર્ક કરેલી કારમાંથી મશીનગન મળી આવતા હથિયાર મળવાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને કારને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે આ કાર ધર્મેન્દ્રગીરી ગૌસ્વામી નામના વ્યક્તિની છે. તેમને હાઈકોર્ટ દ્વારા હથિયારી ગાર્ડનું પ્રોટેક્શન મંજૂર છે, જેના કારણે તેઓ સાથે હથિયાર રાખે છે

    પરંતુ તપાસ આગળ વધતાં એક ચોંકાવનારી માહિતી સામે આવી — કારમાંથી મળી આવેલી ગન ગૌસ્વામીની નહીં પરંતુ એક પોલીસકર્મીની હોવાનું બહાર આવ્યું. વધુમાં, ગન મળતી વખતે સંબંધિત પોલીસકર્મી ત્યાં હાજર જ નહોતો, જે મોટી બેદરકારી દર્શાવે છે. ફરજ પર હોવા છતાં હથિયાર કારમાં મૂકી ગેરહાજર થવું પોલીસ મેન્યુઅલ મુજબ ગંભીર ભૂલ ગણાય છે. 

આ મુદ્દો જાહેર થતા જ વિભાગે તાત્કાલિક આંતરિક તપાસ શરૂ કરી. પોલીસ જવાન સામે બેદરકારી બદલ લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થાય તેને આધારે કડક પગલાં લેવાશે તેવી જાણકારી મળશે. ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ સવાલો ઉભા કર્યા છે, કારણ કે કોર્ટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસકર્મીની ગેરહાજરી અને હથિયારનું અવ્યવસ્થિત સંચાલન ગંભીર જોખમ ઉભું કરી શકે છે.

(6:43 PM IST)