હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિસાવદરના રૂપાવટી દરબાર દેવકુભાઈ ઓઢાભાઈ વિકમાંનાં પૌત્ર ચિ.ગૌતમકુમારનાં શાહી લગ્ન: નાનકડા રૂપાવટી ગામમાં હેલીપેડ ઉભું કરાયું : હેલીકોપ્ટરમાં ઉમરાળા જાન જશે
શનિવારે રાત્રે રાજભા ગઢવી, જીતુદાન ગઢવી, હરેશદાન ગઢવી, દેવાયત ખવડ, અલ્પા પરમાર સહિતના કલાકારોનો ભવ્ય લોકડાયરો : જબરો જમણવાર : ભવ્યાતિભવ્ય ભવ્ય આયોજન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર તાલુકાનાં રૂપાવટી નિવાસી દરબાર શ્રી દેવકુભાઈ ઓઢાભાઈ વિકમા પરિવારમાં શાહી લગ્નોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રૂપાવટી ગામમાં હેલીપેડ ઉભું કરાયું છે. વરરાજા જાન લઈને પરણવા હેલીકોપ્ટરમાં રૂપાવટીથી ઉમરાળા ગામે જશે. એ પૂર્વે ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારોનો લોકડાયરો રાખેલ છે. શરણાઈના સૂરો સાથે ઢોલ ઢબૂકી રહ્યા છે.. કર્ણપ્રિય લગ્નગીતો ગવાઈ રહ્યા છે ત્યારે રૂપાવટી તથા ઉમરાળામાં ભવ્યાતિભવ્ય અનેરો માહોલ જામ્યો છે.
રૂપાવટી દરબાર શ્રી દેવકુભાઈ ઓઢાભાઈ વિકમાંનાં સુપુત્ર સુરેશભાઈ દેવકુભાઈ વિકમાના સુપુત્ર ચિ. ગૌતમકુમારનાં શુભલગ્ન ઉમરાળા નિવાસી દરબાર શ્રી રવુભાઈ કાંધાભાઈ બસિયાના ચિરંજીવી સુપુત્રી બેનબા પવુબા સાથે તા.૩૦-૧૧-૨૦૨૫ રવિવારના રોજ તોરણ નિર્ધારેલ છે.
વિકમા પરિવારને આંગણે ચિ. ગૌતમરાજના શુભ લગ્ન પ્રસંગ નિમિત્તે તા. ૨૯-૧૧-૨૦૨૫ શનિવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ભવ્ય લોકડાયરાનુ આયોજન કરાયું છે. જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો રાજભા ગઢવી, જીતુદાન ગઢવી, હરેશદાન ગઢવી, દેવાયત ખવડ, અલ્પા પરમાર સહિતના કલાકારો જમાવટ કરશે.
રૂડા અવસરોની રૂપરેખા આ પ્રમાણે છે. મંડપ રોપણ : તા.ર૯ને શનિવાર સવારે શુભ ચોઘડીયે, ફુલેકુ: તા.ર૯ને શનિવાર સાંજે ૪.૦૦ કલાકે, ભોજન સમારંભ: તા.ર૯ને શનિવાર સાંજે ૬.૦૦ કલાકે, લોક ડાયરો: તા.ર૯ને શનિવાર સાંજે ૯.૦૦ કલાકે, જાન પ્રયાણ: તા.૩૦ને રવિવારે ઉમરાળા મુકામે જશે. હસ્ત મેળાપ: તા.૩૦ને રવિવાર શુભ ચોઘડીયે નિર્ધારેલ છે.
રૂડા અવસરોની રૂપરેખા આ પ્રમાણે છે. મંડપ રોપણ : તા.ર૯ને શનિવાર સવારે શુભ ચોઘડીયે, ફુલેકુ: તા.ર૯ને શનિવાર સાંજે ૪.૦૦ કલાકે, ભોજન સમારંભ: તા.ર૯ને શનિવાર સાંજે ૬.૦૦ કલાકે, લોક ડાયરો: તા.ર૯ને શનિવાર સાંજે ૯.૦૦ કલાકે, જાન પ્રયાણ: તા.૩૦ને રવિવારે ઉમરાળા મુકામે જશે. હસ્ત મેળાપ: તા.૩૦ને રવિવાર શુભ ચોઘડીયે નિર્ધારેલ છે.
આ શાહી લગ્ન સમારોહમાં સગાં,સંબંધીઓ, સ્નેહીઓ, જ્ઞાતિજનો, સંતો-મહંતો જાહેર જીવનના અગ્રણીઓ, ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર હોય વરરાજાનાં કાકા શ્રી જયરાજભાઈ દેવકુભાઈ વિકમા (ઉપપ્રમુખ: ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ તથા ભારતીય જનતા પાર્ટીના સદસ્ય: તાલુકા પંચાયત, વિસાવદર) સહિતના પરિવારજનો આગતાસ્વાગતા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
નિમંત્રક : દરબાર શ્રી દેવકુભાઈ ઓઢાભાઈ વિકમા, સુરેશભાઈ દેવકુભાઈ વિકમા, જયરાજભાઈ દેવકુભાઈ વિકમા, ઉદયરાજભાઈ સુરેશભાઈ વિકમા, મું.રૂપાવટી, તા.વિસાવદર જી.જુનાગઢ. મો.૯૫૭૬૨ ૧૧૧૧૧, ૯૮૭૯૨ ૫૮૦૧૩, મો. ૮૯૮૦૮ ૦૦૦૦૮









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
