હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હળવદના વેપારીને આત્મહત્યા માટે મજબૂર કરનાર દસ શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

(દીપક જાની દ્વારા ) હળવદ, તા.૨૯: ગત તા.૧૭ નવેમ્બરના રોજ હળવદના રહીશ ને તેમના કેદારીયા ગામની સીમમાં આવેલ નવા બની રહેલા કારખાનાના મેદાનમાં નવનીતભાઈ આદ્રોજા એ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મળતક નવનીતભાઈના પત્ની હંસાબેન નવનીતભાઈ અદ્રોજાએ પોતાના પતિને દસ આરોપીઓએ મરવા મજબુર કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
વધુમાં હંસાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી ૧. શરદભાઈ વલજીભાઈ પટેલ અને ૨. સુરેશભાઈ વલજીભાઈ પટેલ પાસેથી મળતકે જમીન ખરીદી તમામ પૈસા ચૂકવવા છતાં આરોપીઓ દસ્તાવેજ ન કરી આપી વધુ એક કરોડ માંગતા હતા. આ ઉપરાંત આરોપી ૩. ભરતભાઈ ગાંડુભાઈ ભટાસણા પાસેથી ઉંચા વ્યાજે પૈસા લીધા હોય તેમજ આરોપી અનિલભાઈ મંગલ ર ૫. ગજાનનભાઈ જોશી ૬. સૌરભ રાઠી ૭.ગીરીશભાઈ મહેશ્વરી ૮.ઘેટીદાદા ૯. જગદિશભાઈ તેમજ રામજીભાઈ નામના વેપા૨ીઓ ધંધાના પૈસા બાબતે ઉઘરાણી કરી ત્રાસ આપતા હોય દસેય આરોપીઓના ત્રાસથી નવનીતભાઈએ આપઘાત કરી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
