<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

કેશોદના પ્રાંસલી ગામના યુવાનનું વંથલી પોસે ઝેરી દવા પી લેતા મોત

વીજ શોક લાગતા માણાવદરના મટીયાણાના યુવકનું મૃત્‍યુ

જુનાગઢ, તા. ર૯, કેશોદના પ્રાંસલી ગામના યુવાનનું વંથલી પાસે ઝેરી દવા પી લેતા અને વીજ શોક લાગતા મટીયાણાના યુવકનું મૃત્‍યુ થતાં પરિવારનોમાં ગમગીની પ્રસરી ગઇ હતી. કેશોદ તાલુકાના પ્રાંસલી ગામના ભાવેશભાઇ રામભાઇ મારૂ, ઉં.વ. ૩૦ નામના યુવાને ગઇકાલે સાંજે વંથલી નજીક આવેલ ગેલેકસી હોટેલ ધાબા પાસે કોઇપણ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી જતા તેનું મૃત્‍યુ નિપજયું હતું.

આ અંગેની જાણ થતાં પૂંછલી પોલીસે દોડી જઇને યુવાનના મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. જયારે માણાવદર તાલુકાના મટીયાણા ગામના મયુરભાઇ .કાભાઇ ચાવડા, ઉં.વ. ર૭ નામનો યુવાન ગઇકાલે મટીયાણા ગામે નારણભાઇ મોહનભાઇ સાવલીયાની વાડીએ ચણતર કામે ગયો હતો. ત્‍યારે લોખંડનો પાઇપ લેવા જતા જે પાઇપ ૧૧ કેવી ઇલેકિટ્રક તારમાં અડી જવાથી તેનુ વીજ શોક લાગતા કરૂણ મૃત્‍યુ થતાં પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઇ હતી. 

 

 

(1:26 PM IST)