News of Saturday, 29th November 2025
લીલીયાના આંબા ગામનો શખ્સ ચોરાઉ સ્પલેન્ડર સાથે ઝડપાયો
ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના અધ્યક્ષ સ્થાને ખાતમુહૂર્ત સમારંભ યોજાયો

અમરેલીઃ તા.ર૯, સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સોર્સ આધારે એક ઇસમને શંકાસ્પદ મોટર સાયકલ સાથે પકડી પાડી, મોટર સાયકલ અંગે પુછ પરછ કરી, ટેકનીકલ રીતે ખરાઇ કરતા, મળી આવેલ મોટર સાયકલ સુરત, લસકાણા ગામ, પરમ રેસીડન્સીના ર્પાકિંગમાંથી આશરે ચૌદ દિવસ પહેલા રાત્રીના ચોરી કરેલ હોવાની હકિકત જણાય આવતા, સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશનનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે. નિલેશ ભુપતભાઈ મોઢવાડીયા, ઉ.વ.૩૦, રહે.આંબા, તા.મોટા લીલીયા, ને સ્પેન્ડર મોટર સાયકલ જી.જે. ૦૫.યુ.ડી.૮૦૫૬ કિ.રૂ. ૯૧,૫૦૦/- કબજે કરેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.એમ.કોલાદરા તથા પો.સ.ઈ. કે.ડી.હડીયા તથા પો.સ.ઈ. એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ. આર.એચ.રતન તથા એ.એસ.આઈ. યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા, તુષારભાઈ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
