<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

સુરેન્‍દ્રનગર ડાયમંડ હોટેલના રૂમમાંથી જુગારધામ પકડાયું

વઢવાણ : સર્વેલન્‍સ ટીમના ધનરાજસિંહ વાઘેલાને પેટ્રોલિંગ દરમિયાન અપના બજાર પાસે આવેલ ડાયમંડ હોટેલના રૂમ નં.૨ ૨૦૮માં જુગાર રમાતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી.જેમાં રતનપર પટેલ સોસાયટી સામે રહેતો રવિ વિક્રમભાઈ કાવેઠીયા, ૮૦ ફુટ રોડ પર ગીતાનગર પાછળ રહેતો દર્શન પરેશભાઈ વાઘેલા, કુંતાપાર્કમાં રહેતો તુષાર માવજીભાઈ માતરીયા, ઈન્‍દ્રપ્રસ્‍થ સોસાયટી શેરી નં. ૫માં રહેતો રણછોડ ભીખાભાઈ ડોડીયા, રઘુવીરનગરમાં રહેતો વિક્રમ મનીશભાઈ ખટાણા, પ્રેરણા પાર્કમાં રહેતો રાહુલ રમેશભાઈ વરમોરા અને શિવાજી પાર્કનો પ્રકાશ ત્રંબકલાલ પરીખ ગંજીપાનાનો જુગાર રમતા ઝડપાયા હતા. રોકડા રૂપીય ૧.૪૫ લાખ, રૂપીયા ૧.૧૫ લાખના ૮ મોબાઈલ ફોન, રૂપીયા ૧.૭૦ લાખના ૫ બાઈક મળી કુલ રૂપીયા ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પુછપરછમાં રવિ કાવેઠીયા હોટલના રીસેપ્‍શન પર મીટીંગ હોવાનું કહીને રૂમ ભાડે રાખતો હતો. જયારે અન્‍યોને જુગાર રમવા માટે બોલાવી નાલ એકઠી કરતો હતો. આ અંગે વિજયસિંહ પરમારે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ આર.જી.ચુડાસમા ચલાવી રહ્યા છે.

(10:30 AM IST)