હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ભારે ઘટાડોઃ બીજે દિ' ઝાકળવર્ષા
લઘુતમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી જતા રાત્રે અને સવારે પણ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો અનુભવાયો

રાજકોટ તા.૨૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીમાં ભારે ઘટાડો નોંધાયો છે આજે સતત બીજા દિવસે ઝાકળવર્ષા છવાઇ છે. આજે કચ્છના નલીયામાં ૧૫ ડિગ્રી, રાજકોટમાં ૧૮.૬, જામનગરમાં ૧૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે પણ જુનાગઢ સહિત સોરઠમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું અને ઠંડી ઘટીને ૧૮.૬ ડિગ્રી થઈ ગઈ હતી.
છેલ્લા ચાર દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન વધીને ૧૮.૬ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેના પરિણામે એકંદરે ઠંડી ઘટી હતી પરંતુ સતત બીજા દિવસે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૭% રહેતા ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. જ્યારે પવન પણ બીજા દિવસે ૧.૭ કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો.
ધુમ્મસના કારણે આજે પણ ગિરનાર અને દાતાર પર્વત વાદળોથી ઢંકાઈ ગયો હતો. હજુ પણ એક બે દિવસ આવું વાતાવરણ રહેવાની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૯, મહતમ તાપમાન ૨૯.૫, ભેજનું પ્રમાણ ૭૨%, પવનની ગતિ ૪.૨ કિ.મી. રહી હતી.










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
