<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

દેવભુમી દ્વારકા જીલ્લામાં ર પી.આઇ. અને ૧ર પીએસઆઇની સામુહિક બદલી

જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાનો આદેશ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૯ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા તરીકે થોડો સમય પહેલા જ આવેલા જિ. પો. વડા શ્રી જયરાજસિંહ વાળાએ ગઇકાલે પ્રથમ વખત બદલીનો ગંજીફો પીસીને બે પો. ઇ. તથા બાર પો. સ. ઇ.ની સામુહિક બદલીઓ કરી છે.

લીવ રીઝર્વમાં રહેલા પો. ઇ. સી. એલ. દેસાઇની ભાણવડ પોલીસ સ્‍ટેશનમાં રીડર ટુ ના પો. સ. તથા એસ. સી. એસ. ટી. સેલના પી. આઇ. ટી. ડી. ચુડાસમો મહિલા પોલીસ સ્‍ટેશનમાં ખંભાળીયા એસ. ઓ. જી. પો. સ. ઇ. કે. એમ. જાડેજાને ખંભાળીયા પોલીસ સ્‍ટેશનમાં સાયબર ક્રાઇમના પો. સ. ઇ. એન. એસ. ગોહીલને દ્વારકા પોલીસ સ્‍ટેશનમાં ખંભાળીયા પોલીસ સ્‍ટેશનના પો. સ. ઇ. આઇ. આઇ. નોઇડાને મહિલા પોલીસ સ્‍ટેશનમાં ભાણવડ પોલીસ સ્‍ટેશનના પો. સ. ઇ. એન. એન. વાળાને કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશનમાં  કલ્‍યાણ પુર પોલીસ સ્‍ટેશનના પો.સ.ઇ. એમ.આર.બારડને ઓખા મરીન પોલીસ સ્‍ટેશનમાં આર.પી. રાજપુત મીઠાપુર પો.સ્‍ટેશનના પો.સ.ઇ.ને રીડર ટુ ના પો.ઓ. તરીકે દ્વારકા વિભાગમાં, મહિલા પોલીસ સ્‍ટેશનના પો.સ.ઇ. એસ.કે.બારડને સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં, મહીલા પો.સ્‍ટેશનના પો.સ.ઇ. જે.એમ.અગ્રાવતને મીઠાપુર પોલીસ સ્‍ટેશનમાં, બી.કે.કડછા પો.સ.ઇ. આઇ.યુ.સી.એ ડબલ્‍યુને ભાણવડ પોલીસ સ્‍ટેશનમાં, એલઆઇબીના એએચ.હરસોડાને દ્વારકાધીશ મંદીર સુરક્ષામાં દ્વારકા પોલીસ સ્‍ટેશનના આર.એલ.ચોપડાને દ્વારકા ટ્રાફીકમાં લીવ રીઝર્વના પો.સ.ઇ. એલ.એમ.પુરોહીતને ભાણવડ પોલીસ સ્‍ટેશનમાં બદલી કરવા હુકમ જાહેર હિતમાં થયેલ છે.

(11:55 AM IST)