<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

સુરેન્‍દ્રનગર જીલ્લામાં ૪ દરોડાઃ ૧૬ાા લાખનો દારૂ કબ્‍જે

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૯: થાનગઢના મોરથરા ગામેથી વાડી વિસ્‍તારમાંથી વિદેશી દારૂનો જથ્‍થો સંતાડવામાં આવ્‍યો હતો તે દરોડા પાડી અને જપ્ત કરવામાં આવ્‍યો છે.

થાનગઢ પીઆઇ ટીબી હિરાણી અને  કર્મચારી રાજેશ બારૈયાને મળેલી બાતમીના આધારે અલગ અલગ બ્રાન્‍ડની કીમતી વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે.

ત્‍યારે નાનજીભાઈ બીજલભાઇ મકવાણા, જયેશભાઈ સોમાભાઈ મકવાણા અને ચેતન પ્રેમજીભાઈ કાળોતરા અને હમીરભાઈ ચેલાભાઈ મકવાણા દ્વારા વિદેશી દારૂ સંતાડવામાં આવ્‍યા હોવાનો પણ તપાસમાં ધડાકો થયો છે આ સંદર્ભે ચાર ઈસમો સામે થાનગઢ પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

રેડ દરમિયાન સ્‍પ્‍લેન્‍ડર બાઈક તેમજ અન્‍ય મુદ્દામાલ મળી ૪.૮૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ દારૂનો જથ્‍થો કયાંથી લાવવામાં આવ્‍યો હતો અને કોના દ્વારા નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે તે દિશામાં પણ વધુ તપાસ શરૂ કરી છે.

લખતર તાલુકાના સદાદ, દસાડા તાલુકાના જરવલા અને થાન પીપળા ચોકમાં પોલીસે દારૂના દરોડા કર્યા હતા. જેમાં દેશી દારૂ, વિદેશી દારૂ અને બીયરના ટીન સહિત રૂપીયા ૧૨.૪૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સદાદ અને જરવલા ગામના બનાવમાં આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

સુરેન્‍દ્રનગર એલસીબી ટીમના સંજયભાઈ, કપીલભાઈ સહિતનાઓને લખતર તાલુકાના સદાદ ગામની સીમમાં ભુપતસિંહ વજેસિંહ ઝાલા તેની વાડીમાં બહારથી દારૂ મંગાવી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી.જેમાં આરોપી હાજર મળી આવ્‍યો ન હતો. જયારે તપાસ કરાતા તેમાંથી દારૂની ૫૧૬ બોટલ, ૯૫ ચપલા, ૭૨ નંગ બીયરના ટીન સહિત રૂપીયા ૭,૨૫,૧૦૦નો મુદ્દામાલ મળી આવ્‍યો હતો. આ અંગે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી લેવા વધુ તપાસ અજયસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

એલસીબી ટીમના દશરથભાઈ, પ્રતાપભાઈ સહિતનાઓને દસાડા તાલુકાના જરવલા ગામે રહેતો હર્ષદ ઉર્ફે હસો નાનુભાઈ ઠાકોર તેની ઓરડીમાં દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્‍યો ન હતો. જયારે પોલીસે ઓરડીમાંથી દારૂની ૧૦૯૪ બોટલ, બીયરના ૮૪૬ ટીન, ૪૨ લીટર દેશી દારૂ મળી કુલ રૂપીયા ૫,૨૩,૨૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ વી.જે.માલવીયા ચલાવી રહ્યા છે.

બીજી તરફ થાન પોલીસની ટીમને પેટ્રોલીંગ દરમીયાન પીપળા ચોકમાં પસાર થતો એક વ્‍યકિત શંકાસ્‍પદ લાગતા તપાસ કરાઈ હતી. જેમાં થાનના મફતીયાપરામાં રહેતા રવિરાજ ધીરૂભાઈ કાળીયા પાસેથી વિદેશી દારૂની ૧ બોટલ કિંમત રૂપીયા ૭૫૦ની મળી આવી હતી.(

(11:31 AM IST)