હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂની ચોટીલામાં પ્રથમવાર પધરામણી

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૨૯: દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરૂ) ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિક્દર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) સૌરાષ્ટ્રની ખાસ ધર્મયાત્રા પર આવેલ હતા જેઓએ ગુરૂવારનાં ચોટીલા ખાતે પધરામણી કરતા અસંખ્ય લોકો એ ધન્યતા અનુભવી હતી.
સૈયદના સાહેબની નવ દિવસની સત્તાવાર મુલાકાત જામનગરથી શરૂ થઈ અને ચોટીલા ખાતે કાલે પૂર્ણ થઈ હતી કાર માર્ગે બાબરા થી વાયા જસદણ થઈ ચોટીલા બપોરના ૧:૫૦ના અરસામાં પહોંચેલ હતા શહેરમાં શૈયદ સાહેબનાં પ્રવેશ પહેલા જ આણંદપુર રોડ ઉપર અનેક લોકો તેમના દર્શનાર્થે પહોચ્યાં હતા ચોટીલામાં ત્રણ કલાકનું રોકાણ કર્યું હતું તેમજ ટોકિઝ અને શાષાીનગર વિસ્તારમાં રહેતા પરિવારનાં ઘરે પગલા પાડી શુભ આશિષ ફરમાવ્યાં હતા.
ચોટીલા ખાતે વસતા વ્હોરા સમાજનાં ઇતિહાસમાં પ્રથમ વખત રિનોવેશન પામેલ દાઉદી વ્હોરા સમાજની મસ્જિદ ખાતે પધરામણી સમયે આસપાસના અન્ય શહેરમા વસતા દાઉદી બિરાદરો મોટી સંખ્યામાં તેમના દિદાર માટે ઉમટયા હતા.
ચોટીલા થી બાય કાર હીરાસર એરપોર્ટથી મુંબઈ ખાતે તેઓના સત્તાવાર નિવાસ સ્થાન મલબાર હિલ વિસ્તાર સ્થિત સૈફી મહેલ ખાતે રવાના થયેલ હતાં.(તસવીરઃ હેમલ શાહ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
