<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

લીંબડીના ભલગામડામાં બે જૂથ વચ્‍ચે મારામારીમાં ચાર ઘવાયા

 

 વઢવાણ, લીંબડી તાલુકામાં ભલગામડા ગામમાં બે જૂથ વચ્‍ચે મારામારી સર્જાઈ હતી. બે અલગ અલગ સમાજના લોકો દ્વારા ધોકા, પાઈપ અને ખેતીના ઓજારો સાથે એકબીજા પર હુમલો કરવામાં આવ્‍યો હતો. આ મારામારીની ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે. જે બાદ લીંબડી સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. આ મામલે પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ છે. મારામારીની ઘટનાનું કારણ નાના બાળકોની ટીખળ હોવાનું સામે આવ્‍યું છે. જે બાદ બંને પક્ષો વચ્‍ચે બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો ગરમાતા વાત મારામારી સુધી પહોંચી હતી. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(11:34 AM IST)