<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

ભાવનગરમાં ટ્રકમાં છૂપાવેલો સવા લાખનો દારૂ ઝડપાયોઃ મકાઇના દાણા ભર્યા હતા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા. ૨૯ :..  ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં ટ્રક મારફતે દારૂラબિયરના નો મોટો જથ્‍થો ઘુસાડવાના પ્‍લાન પર પોલીસે પાણી ફેરવી નાખી દારૂ બિયર સહિત રૂ. ૧૧.૨૪ લાખ ના મુદ્દામાલ સાથે પોલીસે દારૂ ભરેલી ગુજરાત પાસીંગની ટ્રક સાથે બે શખ્‍સોને ઝડપી પાડ્‍યાં છે.

પેરોલ ફર્લો સ્‍કવોડની ટીમને દારૂની મળેલી બાતમીને પગલે ઘોઘા તાલુકાના પીપળીયા પુલ થી રોરો ફેરી સર્વિસ જવાના માર્ગ પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન  ટ્રક આવી પહોંચતા  ટ્રર્કને ઉભી રખાવી હતી. ત્‍યારબાદ પોલીસે ચાલક અને તેની સાથેના શખ્‍સને ઉતારી ટ્રકની તપાસ કરવાની પ્રક્રિયા હાથ ધરતા દારૂ બીયર નો જથ્‍થો પકડાઈ ગયો હતો.

પેરોલ ફલો સ્‍કોર્ડ દ્વારા ટ્રક ચાલકનું નામ પૂછતા તેનું નામ વિશાલ વિનુભાઈ શેખ હોવાનું જણાવ્‍યું હતું. જ્‍યારે તેની પાસેની સીટમાં બેઠેલા શખ્‍સનું નામ મહેશ બાલાભાઈ ખમલ હોવાનું જણાવ્‍યું હતું. પોલીસે બંનેને ઉતારીને ટ્રકની પાછળના ભાગમાં તાલપત્રી ઊંચી કરીને તપાસ કરતા મકાઈના દાણા ભરેલા કંતાન જોવા મળ્‍યા હતા. તપાસ કરતા મકાઈના દાણાની આડમાં છુપાવેલો બિયરનો જથ્‍થો મળી આવ્‍યો હતો. તેથી પોલીસે બિયરનો જથ્‍થો, બે શખ્‍સ અને ટ્રકને કબ્‍જે લઈને ઘોઘા રોડ પોલીસ સ્‍ટેશનમાં ધોરણસર ગુનો દાખલ કર્યો હતો. ટ્રકમાં સવાર વિશાલ વિનુભાઈ શેખ અને મહેશ બાલાભાઈ ખમલ બંનેની પૂછપરછ કરતા આ બિયરનો જથ્‍થો મહારાષ્‍ટ્રથી મહેશ ગાલાણી નામના શખ્‍સે મોકલાવ્‍યો હોવાનું જણાવ્‍યું હતું. જો કે આ દારૂના જથ્‍થો મહારાષ્‍ટ્રના વેપારી વિષ્‍ણુભાઈને ત્‍યાંથી ભરવામાં આવ્‍યો હોવાનું ખુલ્‍યું છે. પોલીસે હાલ વિશાલ વિનુભાઈ શેખ અને મહેશ બાલાભાઈ ખમણને ઝડપીને વિષ્‍ણુભાઈ અને મહેશભાઈ ગાલાણી મળીને કુલ ચાર વિરુધ્‍ધ ઘોઘા રોડ પોલીસ સ્‍ટેશનમાં ધોરણસર ગુનો દાખલ કર્યો છે. પેરોલ ફર્લો સ્‍કવોડે ટ્રકમાંથી ૨૨ પેટી બીયરની જે ૫૨૮ ટીન નંગ મળી ૧,૧૪,૯૬ નો મુદ્દામાલને તેમજ દસ લાખનો ટ્રક મળી કુલ મુદ્દામાલ ૧૧,૨૪,૯૬ નો કબ્‍જે લઈને ઘોઘા રોડ પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરીવધુ તપાસ હાથ ધરી છે

(11:37 AM IST)