<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

SIRની કામગીરીમાં લોકોને અને BLOને પડતી મુશ્‍કેલી દુર કરવા આપ નેતાની માંગ

 

મોરબી તા ૨૯: હાલ સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા (SIR) ની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં લોકોને પડતી મુશ્‍કેલીઓ તેમજBLOને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્‍યારે ગુજરાત સ્‍ટેટ આમ આદમી પાર્ટીના જોઈન્‍ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા દ્વારા (SIR)ની કામગીરીમાં લોકોને પડતી મુશ્‍કેલીઓ દૂર કરવા બાબત મુખ્‍ય ચૂંટણી કમિશનર સમક્ષ લેખિતમાં આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્‍યું છે કે, હાલ જે SIRની કામગીરી ચાલી રહી છે. તેમાં ઘણા મતદારો પાસે ચૂંટણી કાર્ડ છે. તેઓએ મતદાન પણ કરેલ છે. પરંતુ તેઓને હાલમાં ગણતરી પત્રકના ફોર્મ મળેલ નથી. જેથી આવા મતદારો હેરાન પરેશાન છે. તો તેઓને તાત્‍કાલિક ગણતરી પત્રક ફોર્મ મળે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવે અને તેઓના નામ મતદાર યાદીમાં રહે તે માટે યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા માગણી કરાઈ છે.

બીજું કે, BLO જ્‍યારે ઓનલાઈન મેપિગ કરે છે. ત્‍યારે ઘણા મતદારોના નામ વેરીફાઈ થતા નથી. આ માટે ચૂંટણી પંચના ખોટા અપલોડ થયેલા ડેટાના કારણે આવું થાય છે. તો આ ડેટા સુધારીને અપલોડમાં પડતી મુશ્‍કેલીઓ દૂર કરવા માગણી ક૨ાઈ છે. હજુ ઘણા લોકોને જ્‍યારે ફોર્મ જ મળ્‍યા નથી. ઘણાના નામ ૨૦૦૨ની યાદીમાંથી ગાયબ છે. તેઓ પોતાના ફોર્મ ભરી શકતા નથી. આ કામગીરી અધૂરી ગણી શકાય. તો આ કામગીરીના સમયમાં વધારો કરવામાં આવે તેવી માગણી કરાઈ છે.

(12:02 PM IST)