<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

ઉમવાડા અંડરબ્રીજમાં ભરાઇ રહેતા પાણીની સમસ્‍યા અંગે આપનાં નેતા જીગીશાબેનનો વિરોધ

નવતર પ્રયોગઃ શ્રીફળ, અબીલ ગુલાલ કંકુ દ્વારા ટોકરી વગાડી દિવો પ્રગટાવી પૂજા કરી

ગોંડલ, તા.૨૯: ગોંડલનાં ઉમવાડા અંડરબ્રીજમાં સતત વહી રહેલા પાણીની માથાનાં દુખાવારુપ સમસ્‍યાનો આજસુધી કોઇ ઉકેલ આવ્‍યો ના હોય આપનાં નેતા જીગીશા પટેલે નવતર પ્રયોગ દ્વારા વિરોધ વ્‍યક્‍ત કર્યો હતો.

જીગીશા પટેલે અંડરબ્રીજનાં મધ્‍યમાં જ્‍યાં પાણી ભરાતુ હોય છે. ત્‍યાં કંકુ, અબીલ ગુલાલ ફુલ સાથે દિવડો પ્રગટાવી શ્રીફળ વધેરી પુજા કરી જણાવ્‍યું કે અંડરબ્રીજમાં પાણીની સમસ્‍યા જુની હોવા છતા નગરપાલિકા તથા રેલ્‍વે તંત્ર એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. બીજી બાજુ રોજીંદા હજારો રાહદારીઓ પરેશાન બની રહ્યા છે. જે તંત્રની જવાબદારી આવતી હોય તેમણે પ્રજાનાં હીતમાં તાકીદે ઉકેલ લાવવો જોઈએ.

ઉલ્લેખનીય કે ઉમવાડા અંડરબ્રીજ બન્‍યે છ વર્ષ થયા છે. બ્રીજ નીચે પાણી ભરાયેલું રહેતુ હોય પસાર થતા રાહદારીઓ પરેશાન થઇ રહ્યા છે.

જિગીશા પટેલનાં વિરોધ અંગે નગરપાલિકા તંત્ર દ્વારા જણાવાયું કે આ જવાબદારી રેલ્‍વે વિભાગની છે. અંડરબ્રીજની હેઠળ પાણી ભરાયેલુ રહે છે. આ અંગે નગરપાલિકા દ્વારા રેલ્‍વે વિભાગને અનેક રજુઆતો કરાઇ છે પણ તેમના તરફથી સહકાર મળતો નથી.

અંડરબ્રીજની નજીક મોટો બુગદો વહે છે. જેને કારણે પાણી અંડરબ્રીજ અંદર લિકેજ થઇ રહ્યુ છે. મતલબ જવી રહ્યુ છે.

હવે જિગીશા પટેલનાં પુજા પાઠની અસર તંત્ર પર કેવી થશે તે જોવું રહ્યું.

(1:27 PM IST)