<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

ગોંડલના બ્‍યુટીપાર્લરના મહિલા સંચાલીકા સહિત ૩ સાથે ૧૦.૭૩ લાખની છેતરપીંડી

ઓડીસા સ્‍થિત નોવોડેલ બ્‍યુટીકેરની સંચાલક દંપતિ સામે પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૨૯: ગોંડલના બ્‍યુટીપાર્લરના મહિલા સંચાલીકા સહિત ત્રણ સાથે ૧૦.૭૩ લાખની છેતરપીંડી કરનાર ઓડીસા સ્‍થિત બ્‍યુટીકેરના સંચાલક દંપતિ સામે પોલીસમાં ફરિયાદ થઇ છે.મળતી વિગતો મુજબ ગોંડલ ભવનાથ શેરી નં.૧૦ મામાદેવવાળી શેરીમાં રહેતા અને અનમોલ બ્‍યુટીપાર્લર ચલાવતા રીટાબેન મેહુલભાઇ લુણાગરીયાએ ઓડીસા સ્‍થિત નોવોડેલ બ્‍યુટીકેરના માલીક સીતાકાન્‍ત મહાપાત્ર તથા તેના પત્‍ની સુનીતાબેન સામે ગોંડલ બી ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીઓ નોવોડેલ બ્‍યુટીકેર નામની કંપની ધરાવતા હોય જેની બ્‍યુટી પ્રોડકટની ફ્રેન્‍ચાઇઝી આપી પોતાની કંપનીમાં રોકાણ કરવાની લોભામણી જાહેરાત કરી ફરીયાદી તથા સાહેદ પાસેથી કટકે-કટકે રૂ.૧૦,૭૩,૯૭૦/- રોકાણ કરાવી અને આરોપીએ તેમના મારફત ફરીયાદી તથા સાહેદ પાસેથી તેમના ગ્રાહકોને માલ આપી તેમજ ડેટ એકસપાઇરી થઇ ગયેલ માલ પરત લઇ એકસચેન્‍જ નહી કરી આપી તથા ફ્રેન્‍ચાઇઝીમાં વળતર આપવાનો વાયદો કરી ફરીયાદી સાથે વળતર તેમજ લીધેલ તેમજ વેંચેલ માલ તેમજ પરત લીધેલ માલના નાણા પરત નહી આપી ફરીયાદી તથા સાહેદ સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હતી.આરોપી સીતાકાન્‍ત તથા તેમની પત્‍ની સુનિતાબેન જેઓ નોવોડેલ બ્‍યુટીકેર કંપનીના માલીક છે. તેઓએ ગુન્‍હાહીત કાવતરૂ રચી અમોને માલ આપી અને તેમના કહેવા મુજબ અમોને માલ આપેલ તેના તથા માલ પરત કરેલ રૂ.૩,૨૪,૦૦૦/- તથા નિતાબેન વા./ઓ. મુકેશભાઇ સુખડીયાના રૂ.૨,૫૦,૦૦૦/ તથા સાહેદ રેખાબેન અમિતભાઇના રૂ.૪,૯૯,૯૭૦/- એમ મળી કુલ રૂ.૧૦,૭૩,૯૭૦/- પરત નહિ આપી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હતી. આ ફરીયાદ અન્‍વયે બી ડીવીઝન પોલીસે ઉકત ઓડીસા સ્‍થિત દંપતિ સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે.

(11:41 AM IST)