હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં લીંબડી જતી મહિલાના પર્સમાંથી ૫ તોલા સોનું અને રોકડ રકમ ગૂમ
ધ્રાંગધ્રા-ધંધુકા રૂટની બસમાં બની ઘટનાઃ દીકરીના ઘરેણાં લઈ માતા જતી હતીઃ બસ સ્ટેન્ડમાં CCTV કેમેરા અને સિકયુરિટીનો અભાવ

(ફઝલ ચોહાણ દ્વારા) સુરેન્દ્રનગર, તા. ર૯: સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ ખાતે ધ્રાંગધ્રા-ધંધુકા રૂટની એસટી બસમાં બેઠેલી એક મહિલા મુસાફરની રોકડ રૂપિયા અને સોનાના દાગીના સહિત કુલ અંદાજેરૂા. ૬ લાખની કિંમતની બેગની ચોરી થઈ જતાં વેપારી અને મુસાફર વર્ગમાં ચકચાર મચી ગઈ છે. ખાસ કરીને બસ સ્ટેન્ડ પર સીસીટીવી કેમેરા ન હોવાનું બહાર આવતાં મુસાફરોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
મહિલા મુસાફર પોતાની બેગ સીટ પર મૂકીને બસની બહાર નીચે ઉતરી હતી. બસ બસ સ્ટેન્ડમાંથી ઊપડી અને વઢવાણ રોડ પર પહોંચી ત્યારે કંડક્ટરે મુસાફરો પાસે ટિકિટના નાણાં માંગ્યા હતા. આ દરમિયાન મહિલા મુસાફરને પોતાની બેગ ગુમ થયાનું ધ્યાન આવ્યું અને તેને ખ્યાલ આવ્યો કે બસ સ્ટેન્ડ પર કોઈ અજાણ્યા શખ્સે તેની બેગ ઉપાડીને ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં વઢવાણ બસ સ્ટેન્ડ ખાતે બસને રોકવામાં આવી હતી અને તમામ મુસાફરો તથા તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી.
પરંતુ ચોરી બસ સ્ટેન્ડ પર જ થઈ હોવાથી કોઈ પુરાવો મળ્યો નહીં. આખરે બસને સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવી અને મહિલા મુસાફરની ફરિયાદ નોંધવામાં આવી છે. સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ પર હજુ સુધી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. આ કારણે ચોરીની આ ઘટનામાં શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવામાં પોલીસને મુશ્કેલી પડી રહી છે. આવી ઘટનાઓ અગાઉ પણ અનેક વખત બની ચૂકી છે, જેને લીધે મુસાફરોમાં એસટી વિભાગ સામે રોષ વ્યાપ્યો છે.આસપાસના વિસ્તારના સીસીટીવી આધારે શોધખોળ મુસાફરોનું કહેવું છે કે રાજ્યના અન્ય મોટા બસ સ્ટેન્ડો પર સીસીટીવી અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત છે, પરંતુ સુરેન્દ્રનગર જેવા મહત્વના જંક્શન પર આટલી મોટી બેદરકારી કેમ? એસટી નિગમના અધિકારીઓએ આ મામલે તાત્કાલિક સીસીટીવી સ્થાપવાની અને મુસાફરોની સલામતી માટે વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવાની માંગ મુસાફરો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.બી-ડિવિઝન પોલીસ હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે ચોરની શોધખોળ શરૂ કરી છે.
લગ્ન પૂર્ણ કરી અને મહિલા લીંબડી તરફ જઈ રહી હતી.
મહિલા પોતાને દીકરીના ઘરેણા લીમડી લઈને જતી હતી ત્યારે આ પ્રકારની ઘટના બનતા મહિલા દ્વારા બસ સ્ટેન્ડમાં હૈયાફાટ રૂદન કરવામાં આવ્યું હતું અને ન્યાય માટેની માંગણી કરવામાં આવી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
