<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

રજા પર આવેલા મકતુપુરના સેનાના જવાનનું બાઈક સ્‍લીપ થતા મૃત્‍યુ

માંગરોળના શીલમાં અકસ્‍માત, મિત્રને મળી પરત આવતા'તા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૯ : રજા પર આવેલા સેનાના જવાનનું બાઈક શીલમાં પોરબંદર હાઇવે પર સ્‍લીપ થતા ગંભીર ઇજા થવાથી મળત્‍યુ થતાં પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્‍યું હતું.

વિગતો અનુસાર માંગરોળ તાલુકાના મકતુપુર ગામનો ૨૫ વર્ષીય સિદ્ધાર્થ અનિલભાઈ પરમાર સને ૨૦૨૦માં ઇન્‍ડિયન આર્મીમાં જોડાયો હતો. આસામમાં દીબ્રુગઢ યુનિટમાં ફરજ બજાવતો હતો. દરમિયાન આર્મીમેન સિદ્ધાર્થભાઈ એક દિવસ પહેલા નોકરી પરથી રજામાં ઘરે આવ્‍યા હતા.

ગુરુવારે સાંજે ૭:૩૦ વાગ્‍યે પોતાની  જીજે ૨૫ આર ૮૫૭૭ નંબરની બાઈક લઈને સાંગાવાડા ગામે પોતાના મિત્રને મળવા જવાનું ઘરેથી કહીને નીકળ્‍યો હતો. ત્‍યારબાદ રાત્રિના ૧૦ વાગ્‍યે યુવક બાઈક હંકારીને સાંગાવાડા થી શીલ તરફ આવતો હતો. ત્‍યારે શીલ પોરબંદર હાઇવે નદી પરનો પુલ પસાર કર્યા બાદ વળાંકમાં ટર્ન લઈ શકેલ નહીં અને સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રોડ નીચે ઉતરી ગયો હતો અને રોડથી દૂર બાવળિયામાં ફંગોળાય જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

આર્મીમેન યુવકને બેભાન હાલતમાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત માંગરોળ સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો જ્‍યાં ફરજ પરના તબીબે મળત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્‍યું હતું.

અક્‍સ્‍માત અંગે મળતકના પિતા અનિલભાઈ આલાભાઇ પરમારનું નિવેદન લઈ શીલ પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(11:41 AM IST)