હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટથી આમરણ દર્શને જતા દંપતિને ટંકારાના જબલપુર પાસે અકસ્માત નડયો
ગાયોનું ટોળુ હોવાથી બાઇક ધીમુ પાડતા કાર ચાલકે ઠોકર મારી પછાડી દિધા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ર૯ :.. રાજકોટથી આમરણ દર્શન માટે દંપતી બાઈક લઈને જતું હતું ત્યારે ટંકારાના જબલપુર નજીક ગાયોનું ટોળું હોવાથી બાઈક ધીમું પાડ્યું હતું ત્યારે પાછળથી આવતી કારના ચાલકે પાછળથી બાઈકને ટક્કર મારી પછાડી દીધા હતા જેથી દંપતીને ઈજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
રાજકોટ પ્રિયદર્શન સોસાયટીમાં રહેતા વિજયભાઈ કિશોરભાઈ ચૌહાણ (ઉ.વ.૩૧) વાળાએ કાર જીજે ૩૬ એસી ૪૩૧૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી વિજયભાઈ અને તેના પત્ની ગાયત્રીબેન બંને બાઈક જીજે ૦૩ એનકયું ૧૯૯૪ લઈને રાજકોટથી આમરણ દર્શન માટે જતા હતા રાજકોટ મોરબી હાઈવે પર જબલપુર ગામના પાટિયાથી ખજુરા હોટેલ વચ્ચે રોડ પર ગાયોનું ટોળું રોડ પરથી પસાર થતા બાઈકની સ્પીડ ધીમી કરી હતી ત્યારે પાછળથી આવતા કાર જીજે ૩૬ એસી ૪૩૧૨ ના ચાલકે કાર પરનો કાબુ ગુમાવી બાઈકને પાછળથી ભટકાડી અકસ્માત કર્યો હતો અકસ્માતમાં વિજયભાઈને શરીરે મુંઢ ઈજા અને પત્ની ગાયત્રીબેનને માથામાં અને શરીરે છોલછાલ જેવી ઈજા કરી ફ્રેકચર કરી તેમજ જમણા હાથની આંગળી કપાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
