હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૩ વર્ષના નંદીના પેટમાંથી ૨૫ કિલો પ્લાસ્ટિક જેવા બનાવો ચિંતાજનક
પોરબંદર હેલ્થ એજયુકેશન ટ્રસ્ટના રામદેવભાઇએ એલર્ટ કરેલ કે પ્લાસ્ટિક માત્ર પર્યાવરણ નહી માનવજાત અને અબોલ પશુ માટે જીવલેણ સાબિત :રખડતા ઢોર અને ગાયો સુંગધ પારખીને પ્લાસ્ટિકની થેલી સહિત ખોરાક ગળી જાય છે.

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ સામાજિક સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે, પોરબંદર સહિત સમગ્ર જિલ્લામાં પ્લાસ્ટિકનો વપરાશ ચિંતાજનક હદે વધી રહ્યો છે.રોજિંદા જીવનમાં વણાઈ ગયેલું આ પ્લાસ્ટિક હવે માત્ર પર્યાવરણ માટે જ નહી,પરંતુ માનવજાત અને અબોલ પશુઓ માટે પણ જીવલેણ સાબિત થઈ રહ્યું છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદરના ‘હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ'દ્વારા એક મહત્વપુર્ણ જનજાગળતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને પ્લાસ્ટિકનો મોહ ત્યજી દેવા અપીલ કરવામાં આવી છે.
હેલ્થ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સા તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે જે આંખ ઉઘાડનારો છે.તાજેતરમાં માત્ર ત્રણ વર્ષના એક નંદીની તબિયત લથડતાં તેની સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી દરમિયાન પશુ ચિકિત્સકોને તેના પેટમાંથી આશરે ૨૫ કિલો જેટલો જંગી જથ્થામાં પ્લાસ્ટિકનો કચરો મળી આવ્યો હતો. આ ઘટના સાબિત કરે છે કે,આપણી બેદરકારી કઈ હદે અબોલ જીવોનો ભોગ લઈ રહી છે.
મોટાભાગે ગળહિણીઓ અને લોકો વધેલું ભોજન, શાકભાજીનો કચરો કે એઠવાડ પ્લાસ્ટિકની થેલીમાં બાંધીને કચરાપેટીમાં કે રસ્તા પર ફેંકી દે છે.રખડતા ઢોર અને ગાયો ખોરાકની સુગંધ પારખીને તે પ્લાસ્ટિકની થેલી સહિતનો ખોરાક ગળી જાય છે.પ્લાસ્ટિક પચતું નથી, પરિણામે તે વર્ષો સુધી પશુઓના પેટમાં જમા થાય છે અને તેમને ભયંકર પીડા આપીને મોતને ઘાટ ઉતારે છે. પ્લાસ્ટિક માત્ર પશુઓ માટે જ નહી, પરંતુ માનવ સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ખતરનાક છે. તેમ રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
