<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

પોરબંદર : સોશ્‍યલ મીડીયામાં સાચી ઓળખ છુપાવીને અન્‍યને બદનામ કરનાર ઝડપાયો

વ્‍યકિતની સંમતી વિના સોશ્‍યલ મીડીયામાં ફોટા-વિડીયો વાઇરલ કરવામાં ભોગ બનેલાઓએ નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા અનુરોધ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૯ : સોશ્‍યલ મીડીયામાં ટેકનોલોજીનો દુરૂપયોગ કરીને અન્‍ય વ્‍યકિતને બદનામ કરનાર હરીશ નામના યુવાનને પોલીસે પકડીને કાર્યવાહી કરી છે.

બગવદર પોલીસ સ્‍ટેશનમાં  આઈ.પી.સી .ક.૫૦૪,૫૦૬)૧(,૩૮૪ તથા આઈ.ટી એક્‍ટ ૨.૬૬)ઈ(,૬૭)એ નોંધાયેલ જે ગુન્‍હામાં આરોપી દ્વારા સોશ્‍યલ મિડીયા પ્‍લેટફોમ ઉપર પોતાનો ચેહરો અને પોતાની ઓળખ છુપાવી ભોગબનનાર/ફરીયાદીને જાહેરમાં બદનામ કરવા કે તેની છબીને નુકશાન પહોંચે તે રીતે વોટ્‍સએપ એપ મારફતે આરોપીએ ફરીયાદીને બદનામ કરવાનું કળત્‍ય કરેલ હોય, જેથી આવા પડદા પાછળ રહેલ આરોપીઓ કે જેઓ પોતાનો ચેહરો અને ઓળખ છુપાવી ટેકનોલોજીનો ખોટો ઉપયોગ કરી પોતાનો ચેહરો પોતાની ઓળખ છુપી રાખી અન્‍ય લોકોને ખોટી રીતે બદનામ કરે છે. જેથી આવા આરોપીઓને કાયદાનું ભાન રહે અને આવુ કળત્‍ય કરતા અટકાવવાના હેતુથી તેમનો ચેહરો અને ઓળખ સમાજ વચ્‍ચે ઉજાગર કરવા સમાજમાંથી આવું દુષણ દૂર થાય તે હેતુથી આ કેસના આરોપીને પ્રજા વચ્‍ચેથી ઉજાગર કરવામાં આવેલ.

જાહેર જનતા જોગ અપીલ કરવામાં આવી છે કે હાલના ડીજીટલ યુગમાં ટેકનોલોજીનો ખોટો ઉપયોગ કરી સોશ્‍યલ મિડીયા પ્‍લેટફોમ દ્વારા જેવા કે, (વોટસએપ, ઈન્‍સ્‍ટાગ્રામ, ટેલીગ્રામ, તોપચેટ, ફેસબુક) નો ઉપયોગ કરી ફેક આઇ.ડી. બનાવી કોઇ પણ દીકરી/મહિલા/વ્‍યક્‍તિ ના તેના સંમતિ વગર ફોટો, વિડીયો વાયરલ કરી બ્‍લેકમેઈલ કરવુ, અપશબ્‍દો બોલવા, માનસીકત્રાસ આપવો, તેઓને પ્રતિષ્ઠાને નુકશાન પહોંચે તેવા અશ્‍લીલ ફોટો કે, વિડીયો બનાવવુ એ કાયદાકિય જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન છે.

આ ગુન્‍હાહિત પ્રવળતી છે. જેથી આવી કોઇ પણ ઘટનાનો કોઈ પણ વ્‍યક્‍તિ ભોગ બનેલ હોય, અથવા બની રહેલ હોય તો તેઓએ તાત્‍કાલીક વિના સંકોચે કોઇ પણ જાતના ડર કે ભય વગર પોરબંદર પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો, ફરીયાદીની ઓળખ છુપી રાખવામાં આવશે. તેમ બગવદર પોલીસ સ્‍ટેશનની યાદીમાં જણાવાયું છે. 

(12:28 PM IST)