News of Saturday, 29th November 2025
મોરબીના પંચાસર ચોકડીએ ઇનોવાએ બાઇકને ઉલાળતા દુકાનદાર શિવાભાઇ કાનાણીનું મોત
આધેડ પંચાસર જતા'તાને અકસ્માત નડયોઃ અકસ્માત બાદ કાર રોડ નીચે ઉતરી ગઇ

તસ્વીરમાં રોડ નીચે ઉતરી ગયેલ કાર નજરે પડે છે. (તસ્વરીઃ પ્રવિણ વ્યાસ, મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૯: મોરબીની પંચાસર ચોકડીએ ગત રાત્રીના પુરપાટ જતી ઈનોવા કારે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં બાઈક ચાલક આધેડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું તો ઈનોવા કાર રોડ નીચે ઉતરી ગઈ હતી બનાવ મામલે પોલીસે ઈનોવા કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના શિવનગર પંચાસર ગામના રહેવાસી ધવલભાઈ શીવાભાઈ કાનાણી (ઉ.વ.૨૬) વાળાએ ઈનોવા કાર જીજે ૩૬ એએફ ૧૨૫૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા શીવાભાઈ પંચાસર રોડ નીરવ પાર્કના નાકે ઉમાવંશી પાનની દુકાન ચલાવે છે ગત તા. ૨૮ ના રોજ ફરિયાદી દુકાને બેઠો હતો ત્યારે પિતા બાઈક જીજે ૩૬ કયું ૪૮૩૪ લઈને પંચાસર ગામ જવા નીકળ્યા હતા અને બાદમાં પિતાજીના મોબાઈલમાંથી અજાણ્યા માણસનો ફોન આવ્યો કે પંચાસર રોડ સતવારા સમાજ વાડી સામે ફોર વ્હીલ સાથે અકસ્માત થયો છે અને માથા તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું છે સ્થળ પર જતા અમારું બાઈક અને ઈનોવા કાર પડી હતી
ફરિયાદીના પિતાજી શીવાભાઈ કાનાણી જતા હતા ત્યારે ઈનોવા કારના ચાલકે પાછળથી ભટકાડી અકસ્માત કર્યો હતો બનાવને પગલે પોલીસ દોડી ગઈ હતી મળતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો આમ ઈનોવા કારના ચાલકે પંચાસર ચોકડી પાસે સતવારા સમાજની વાડી નજીક બાઈકને પાછળથી ટક્કર મારી પછાડી દેતા ફરિયાદીના પિતાજી શીવાભાઈ કાનાણીને માથા અને પગમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
