<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

સાવરકુંડલાઃ નેશનલ સ્‍કૂલ ગેમ અંતર્ગત ૧૬ ખેલાડીઓની પસંદગી

 

(ઇકબાલ ગૌરી દ્વારા) સાવરકુંડલાઃ તા. ર૯, નેશનલ સ્‍કૂલ ગેમ અંતર્ગત ગુજરાત રાજ્‍ય ની તમામ સ્‍કૂલો માંથી લગભગ ૩ મહિના સુધી ચાલેલી પ્રક્રિયા બાદ અંતે સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી ૧૬ ખેલાડીઓનું ચયન કરવામાં આવ્‍યું છે.

હાલ છેલ્લા ૧૫ દિવસથી પોરબંદર ખાતે દિલીપ ક્રિકેટ સ્‍કૂલ ના ગ્રાઉન્‍ડ પર ક્રિકેટકોચ મહિપાલસિંહ જેઠવા અને મેનેજર સંદીપ ચૌહાણ દ્વારા પ્‍લેયર ને આકરી ટ્રેનિંગ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

તારીખ ૨ ડિસેમ્‍બર થી ટીમ હરિયાણા ના હિસાર ખાતે નેશનલ ટુર્નામેન્‍ટ રમવા જઈ રહી છે ત્‍યારે ટીમ ગુજરાત ને રાજ્‍યના મુખ્‍ય પ્રધાન ભૂપેન્‍દ્ર પટેલ અને નાયબ મુખ્‍ય પ્રધાન હર્ષ સંઘવીએ શુભ કામનાઓ પાઠવી છે.

સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા, સ્‍કૂલ ગેમ્‍સ ફેડરેશન ઓફ ઇન્‍ડિયા અંડર ૧૯ ક્રિકેટ ગુજરાતની ટીમ જાહેર કરાઈ જેમા ૧. ભવ્‍ય વાઢેર (કેપ્‍ટન),૨. જેસલ બગડા,૩. વાઘાણી યુગ,૪. ફોફંડી હિતાંશુ,૫. જુનેજા સિવેન,૬. ઝાલા માનવીરસિંહ (વોઈસ કેપ્‍ટન),૭. ધરાજીયા દેવ,૮. ખાંભલા પાર્થ,૯. અંધારીયા આયુષ, ૧૦. મકરાણી ઇરફાન (વિકેટકીપર),૧૧. દોશી જસ (વિકેટકીપર),૧૨.ભદ્રા આચાર્ય, ૧૩. જાડેજા કર્મવીર,૧૪. જાડેજા મિતરાજસિંહ,૧૫. ચુડાસમા શ્‍લોક,૧૬. શાહુ આયુષની નિયુક્‍તિ થઈ છે. આ ટીમ તારીખ ૨ ડિસેમ્‍બરના રોજ હિસાર, હરિયાણા ખાતે રાષ્‍ટ્રકક્ષાએ રમવા જશે. જેમાં ક્રિકેટ કોચ તરીકે મહિપાલસિંહ જેઠવા મેનેજર તરીકે સંદીપ ચૌહાણ જશે

(1:14 PM IST)