હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમરેલીમાં સાંસદની હાજરીમાં રેલ્વે અધિકારીઓ સાથે બેઠક મળી

તસ્વીરમાં સાંસદ ભરતભાઇ સુતરીયા (અમરેલી)ની અધ્યક્ષતામાં રેલ્વે તંત્રના અધિકારીઓની મીટીંગ કરી રહેલા નજરે પડે છે. (તસ્વીર : અરવિંદ નિર્મળ-અમરેલી) (૪.૭)
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ર૯: સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાની અધ્યક્ષતામાં રેલવે વિભાગના DRM ભાવનગર તથા રેલવેના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં અમરેલી લોકસભા વિસ્તારના રેલવે સંબંધિત વિકાસ કાર્યો, સુવિધાઓનો વ્યાપક સમીક્ષા તથા આવનારા સમયમાં કરવાની પ્રક્રિયાઓ અંગે ચર્ચા કરવામાં આવી.
બેઠક દરમિયાન સાંસદ ભરતભાઈ સુતરીયાએ મુસાફરોને વધુ સગવડો મળે તે માટે સ્ટેશન વિકાસ, નવી ટ્રેન સેવા, પ્લેટફોર્મ વિસ્તરણ, સ્વચ્છતા અને સુરક્ષા જેવી પ્રાથમિક બાબતો પર ધ્યાન આપવા સૂચના આપી તેમજ અમરેલી થી અમદાવાદ દૈનિક ટ્રેન વહેલાસર શરુ થાય તથા અમરેલી થી સુરત-મુંબઈ ટ્રેન શરૂ કરવા માટે સુચના આપી.
અમરેલી થી ચલાલા-ધારી-સોમનાથ ટ્રેનના રેલવે લાઈનનું કામ વહેલાસર પૂર્ણ કરી ટ્રેન શરૂ થાય તે માટે જરૂરી પગલા લેવા જણાવ્યું,સાવરકુંડલા શહેરી વિસ્તારમાં માર્કેટયાર્ડ પાસે આવેલ ફાટક પહોળું કરવા તેમજ જેસર રોડ પર આવેલ હોસ્પીટલમાં લોકોને સમયસર સારવાર મળી શકે તે માટે અન્ડરબ્રીજ બનાવવા સુચના આપી.ભાવનગર-વડિયા-પોરબંદર ચાલતી ટ્રેનમાં ૦૭ ના બદલે ૧૦ કોચ કરવા ભલામણ કરી.અમરેલી જીલ્લાના તમામ રેલ્વે સ્ટેશનો પર સી.સી.ટી.વી. કેમેરા લાગે તે માટે સુચના આપી.
અધિકારીઓ દ્વારા અમરેલી જીલ્લામાં ચાલતાં તમામ પ્રોજેક્ટ્સની હાલની પ્રગતિ અંગે માહિતી આપી અને નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવાની ખાતરી આપી.વધુમાં સાંસદશ્રી દ્વારા સૂચનોને ધ્યાને લઈ સ્થળ તપાસ કરી હકારાત્મક કાર્યવાહી કરવા બાહેંધરી આપી.સદરહુ બેઠકમાં રેલવેના ઉચ્ચઅધિકારીશ્રીઓ તથા સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતાં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
