હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
ધ્રાંગધ્રા સીટી પોલીસના પોલીસ જમાદાર 30 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
આંબેડકરચોક નજીક સુરેન્દ્રનગર ACB. એ છટકુ ગોઠવી પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યા

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સીટી પોલીસના પોલીસ જમાદાર રૂપિયા 30 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ મોગીલાલ પઢીયાર રૂપિયા ૩૦ હજારની લાંચ લેતાં ઝડપાયા છે શહેરનાં આંબેડકરચોક નજીક સુરેન્દ્રનગર ACB. એ છટકુ ગોઠવી પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યા હતા. અરજદાર પાસે જુના ચાલતા કેસમાં મદદ કરી હોઇ અને હાલ કોર્ટમાં કેસ ચાલતો હોઇ 30 હજારની લાંચ માગી હતી.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
