<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

ડો.ચિરાગ ખીમાણીની સોનેરી સિધ્‍ધિઃ એમ.ડી. મેડીસીનમાં ફર્સ્‍ટ કલાસ પ્રદીપ ખીમાણી પરિવારનું ગૌરવ

રાજકોટ તા. ર૯: જૂનાગઢની ખ્‍યાતનામ શૈક્ષણિક સંસ્‍થા સરસ્‍વતી સ્‍કૂલના સંચાલક શ્રી નરેશભાઇ ખીમાણીનાં સુપુત્ર તથા શ્રી પ્રદીપભાઇ ખીમાણી તથા શ્રી જગદીશભાઇ ખીમાણીના ભત્રીજા ડો. ચિરાગ ખીમાણીયાએ M.D. General Medicine માં અમદાવાદ વી. એસ. હોસ્‍પિટલ, મ્‍યુનિસિપલ મેડીકલ કોલેજ અમદાવાદમાંથી ફર્સ્‍ટ કલાસ સાથે ઉતીર્ણ થઇ સમગ્ર ખીમાણી પરિવારનું ગૌરવ વધારેલ છે.

આ પહેલા તેઓએ જામનગર ખાતે સરકારી એમ.પી. શાહ મેડિકલ કોલેજથી MBBS ડિગ્રી પ્રાપ્‍ત કરેલ હતી. આ MD ની ડીગ્રી પ્રાપ્‍ત થતા અનેક લોકો તરફથી અભિનંદનની વર્ષા થઇ રહી છે. નરેશભાઇનો મોબાઇલ નંબર-૯૮ર૪૦ ૯પ૩૮૮, પ્રદિપભાઇનો મોબાઇલ નંબર-૯૪ર૬૭ ૧૭૦૦૦, જગદીશભાઇનો મોબાઇલ નંબર-૯૪ર૮૮ ૪૦૪૦૦ જુનાગઢ. 

(2:44 PM IST)