<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

સાવરકુંડલાના સેંજળ ગામ પાસે બોલેરો પલટી જતા એક મહિલાનું મોત : ૨૫ ને ઈજા

તાલુકાના સેંજળ ગામ ખાતે થી દીકરીને તેડીને પરત કદમગીરી પાસેના ગંઢોલ ગામે જઈ રહેલ ઠાકોર પરીવાર ની બોલેરો ગાડી પલટી જતા દુર્ઘટના સર્જાઈ

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૨૯

સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામ ખાતે થી દીકરીને તેડીને પરત કદમગીરી પાસેના ગંઢોલ ગામે જઈ રહેલ ઠાકોર પરીવાર ની બોલેરો ગાડી પલટી જતા એક મહિલાનું મૃત્યુ થયું છે અને પચીસેક ને નાની મોટી ઇજા થઈ છે.

 

અકસ્માતની જાણવા મળતી વિગતો મુજબ કદમગીરી પાસેના ગંધોળ ગામના વિઠ્ઠલભાઈ મનાભાઈ મકવાણા ની દીકરી રિદ્ધિ બેન ના લગ્ન સાવરકુંડલા ના સેંજળ ગામના ઉકાભાઇ કલ્યાણભાઈ ચૌહાણના દીકરા હસમુખ સાથે તારીખ 26/ 11 ના યોજાયા હતા ત્યારે આજે બપોરે સામાજીક રિવાજ મુજબ રીધીબેનના  પિયરીયા રીધી બેનને તેડવા સેંજળ  મુકામે આવ્યા હતા અને બપોર પછી નવ વિવાહિત દીકરીને તેડીને હરખભેર પોતાના ગામ ગંઢોલ જવા બોલેરો ગાડીમાં નીકળ્યા હતા ત્યારે સેંજળ ગામ થી ત્રણ કિલોમીટર દૂર વળાંકમાં બોલેરો ગાડીના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બોલેરો ગાડી રોડ સાઇડ માં પલટી મરી ગઈ હતી બોલેરો માં નાની બાળાઓ અને મહિલાઓ સાથે અંદાજે 30 સભ્યો સવાર હતા તે  તમામને નાની મોટી ઈજા થવા પામી છે અકસ્માત નો બનાવ બનતા આજુબાજુ માંથી અને પસાર થતા લોકો સ્થળ પર દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફત સારવાર માટે વંડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે કેસેડવામાં આવ્યા હતા સાવરકુંડલા ખાતે એક મહિલાનું મૃત્યુ થયેલું જ્યારે 15 ઇજાગ્રસ્તો પૈકી 5ઇજાગ્રસ્તો ને વધુ સારવાર માટે અમરેલી રીફર કરવામાં આવ્યા છે સાવરકુંડલા માં બનાવ ની જાણ થતા સામાજિક, રાજકીય કાર્યકરો ઇજાગ્રસ્તો ને મદદરૂપ થવા દોડી ગયા હતા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા એ પણ કાર્યકર્તાઓને  હોસ્પીટલ ખાતે ઇજાગ્રસ્તોની મદદ માટે દોડાવ્યા હતા.

(6:14 PM IST)