<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

બોટાદના હળદર ગામે ખેડૂત આંદોલન સમયે ઘરપકડ કરાયેલ ખેડૂતોને કોર્ટે છોડી મુક્યા

ખેડૂત આંદોલનના આગેવાની કરનાર મયૂર સાકરિયા સહિતના ખેડૂતો જેલમુક્ત થયાં :કહ્યું - જેલમાંથી અમે છૂટ્યા છીએ. સત્યની જીત થઈ: સરકાર તાનાશાહી કરે છે, ખેડૂતોનો અવાજ ઉઠાવતા જ રહીશું

બોટાદ જિલ્લાના હળદર ગામે થયેલા ખેડૂત આંદોલન સમયે પોલીસ દમન બાદ ધરપકડ કરાયેલા ખેડૂતોને કોર્ટે છોડી મૂક્યા છે. 

  ખેડૂત આંદોલનના આગેવાની કરનાર મયૂર સાકરિયા સહિતના ખેડૂતો જેલમુક્ત થયાં છે. જેલમાંથી અમે છૂટ્યા છીએ. સત્યની જીત થઈ છે અને થશે. કાવતરાં ભાગ રૂપે અમારા વિરૂદ્ધ કાર્યવાહી થઈ છે. સરકાર તાનાશાહી કરે છે, ખેડૂતોનો અવાજ ઉઠાવતા જ રહીશું. ભારતીય ન્યાયતંત્ર સામે અમને પૂર્ણ ભરોષો છે. અમે ખેડૂતોના કદડા ના મુદે ત્યાં ગયા હતા. કાવતરાના ભાગરૂપે અમને જેલમાં પુરવામાં આવ્યા હતા. ન્યાયતંત્રે અમને જેલ મુક્ત કર્યા છે તે ન્યાય અને સત્યનો વિજય છે. 84 ખેડૂતો ઉપર ગંભીર કલમો લગાવી છે. કોઈ અસામાજિક તત્વોએ મોઢે રૂમાલ બાંધી અમારા આંદોલનને બગાડ્યું છે. અમારા આંદોલન અને વિરોધ ને સરકાર એ દબાવાનો પ્રયાસ કર્યો છે.

(6:34 PM IST)