હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
ભચાઉના નમસ્કાર જૈન તીર્થધામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
રાજસ્થાનની ગરાસીયા ગેંગના 2 ચોરોએ તીર્થધામમાંથી મુગટ, કુંડળ, હાર તથા રોકડની ચોરી કરી હતી.

કચ્છ: ભચાઉના નમસ્કાર જૈન તીર્થધામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. નવી મોડસ ઓપરેન્ડી અપનાવી આરોપીઓએ ચોરીને અંજામ આપ્યો હતો તીર્થધામમાં કોતરણી કામ કરતાં શખ્સોએ જ લાખોની ચોરી હતી. ચોરોએ પથ્થરની કોતરણીને તોડીને ચોરીને અંજામ આપ્યો હતો. રાજસ્થાનની ગરાસીયા ગેંગના આરોપીઓએ ચોરી કરી હતી. 2 ચોરોએ તીર્થધામમાંથી મુગટ, કુંડળ, હાર તથા રોકડની ચોરી કરી હતી. કચ્છ LCB અને ભચાઉ પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો છે પોલીસે ચોરી થયેલો 1 લાખ 83 હજારનો મુદ્દામાલ પરત મેળવ્યો હતો .
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
