<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

મોરબીના લખધીરપુર રોડ પર યુવતીની હત્યા, આરોપી યુવાનનું ભેદી સંજોગોમાં મોત

ઘટનાને પગલે ડીવાયએસપી, તાલુકા પીઆઈ સહિતની ટીમ દોડી ગઈ: ફોરેન્સિક પીએમ બાદ બંનેના મોતનું સાચું કારણ બહાર આવશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના લખધીરપુર રોડ પર સિરામિકના લેબર કવાર્ટરમાં યુવક અને યુવતી વચ્ચે બોલાચાલી થયા બાદ યુવાને ઢોર માર મારતા યુવતીનું મોત થયું હતું તેવું સુત્રો જણાવી રહ્યા છે સાથે જ આરોપી યુવાનનું પણ ભેદી સંજોગોમાં મોત થતા પોલીસે ફોરેન્સિક પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ પર લેક્ષસ સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા નરેન્દ્રસિંગ કમાસિંહ ધ્રુવેલ (ઉ.વ.૨૫) નામના યુવાન અને પુષ્પદેવી ગંભીરસિંઘ મરાવી (ઉ.વ.૨૦) બંને સાથે રહેતા હતા અને ગત સાંજના કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થતા યુવાને યુવતીને ઢોર માર માર્યો હતો જેમાં યુવતીનું મોત થયું હતું બનાવને પગલે પોલીસે આરોપીને હસ્તગત કરી લીધો હતો અને બાદમાં યુવાનનું મોત થયું હતું હાલ પોલીસે બંને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે ઘટનાને પગલે ડીવાયએસપી, તાલુકા પીઆઈ સહિતની ટીમ દોડી ગઈ છે ફોરેન્સિક પીએમ બાદ બંનેના મોતનું સાચું કારણ બહાર આવશે તેમ પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.


 

(12:17 AM IST)