હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 30th November 2025
માળિયા માલાણી શેરીના મકાનમાંથી ૪૦૦ લીટર ઠંડા આથાના જથ્થા સાથે એક ઝડપાયો
પોલીસે આરોપી ફારૂક દિલાવર જેડાના કબ્જા વાળા મકાનની ઓરડીમાં દેશી દારૂ બનાવવાનો આથો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયાની માલાણી શેરીમાં રહેતા આરોપીના મકાનમાં રેડ કરી પોલીસે ૪૦૦ લીટર ઠંડો આથાનો જથ્થો જપ્ત કરી આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા (મી.) ની માલાણી શેરીમાં આરોપી ફારૂક દિલાવર જેડાના કબ્જા વાળા મકાનની ઓરડીમાં દેશી દારૂ બનાવવાનો આથો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનની ઓરડીમાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ૪૦૦ લીટર કીમત રૂ ૧૦,૦૦૦ ના જથ્થા સાથે આરોપી મોશીન આદમ માલાણીને ઝડપી લીધો છે આરોપી ફારૂક જેડા હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
