<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ 23.70 કરોડના વિકાસ કામોને મંજૂરી

અધેવાડા વિસ્તારની 45 સોસાયટીઓમાં ડ્રેનેજ અને ₹9 કરોડ 48 લાખના ખર્ચે પાણીનું નેટવર્ક નાખવાના કામને મંજૂરી મળી

ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ ₹23 કરોડ અને 70 લાખના વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. કમિટીના અધ્યક્ષસ્થાનેથી કુલ 24 તુમારોને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને 2019માં મનપામાં ભળેલા અધેવાડા વિસ્તારની 45 સોસાયટીઓમાં ડ્રેનેજ અને ₹9 કરોડ 48 લાખના ખર્ચે પાણીનું નેટવર્ક નાખવાના કામને મંજૂરી મળી છે. જોકે, નવાપરા વિસ્તારમાં ₹6.73 કરોડ અને ઇન્દિરાનગર-ચિત્રા-ફુલસર વિસ્તારમાં ₹6.61 કરોડના ખર્ચે બનનાર સંપ અને ESR (એલિવેટેડ સ્ટોરેજ રિઝર્વોયર) ના ટેન્ડરને રી-ટેન્ડર કરવાની સૂચના આપવામાં આવી છે.

(1:12 AM IST)