તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 30th November 2025
ધ્રોલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજાના પુત્રના ભવ્ય લગ્નોત્સવમાં રાજકીય મહાનુભાવોની ઊપસ્થિતિ: નવદંપતીને આશીર્વાદ અર્પણ
અનેક રાજકીય અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો અને સામાજિક આગેવાનોએ ખાસ ઉપસ્થિતિ આપી નવદંપતીને હૃદયપૂર્વક આશીર્વાદ અર્પણ કર્યા

ધ્રોલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ યુવા નેતા, બ્રિજરાજસિંહ જાડેજાના પુત્ર ચિ. કર્મદિપસિંહ અને ચિ. શુભ પ્રતિજ્ઞાબા સાથે લગ્ન નું ભવ્ય આયોજન ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામે કરવામાં આવ્યું હતું.
બ્રિજરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને યોજાયેલા આ ભવ્ય સમારોહને કારણે ધ્રોલ પંથકમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. આ પ્રસંગે ધ્રોલના આંગણે શરણાઈના સૂર ગુંજ્યા હતા, જેમાં અનેક રાજકીય અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો અને સામાજિક આગેવાનોએ ખાસ ઉપસ્થિતિ આપી નવદંપતીને હૃદયપૂર્વક આશીર્વાદ અર્પણ કર્યા હતા.
આ લગ્ન સમારોહમાં જામનગર જિલ્લા ભાજપ સંગઠનના ટોચના નેતાઓ ઊપસ્થિત રહ્યા હતા.
જેમાં મુખ્યત્વે જામનગર જિલ્લા પ્રમુખ વિનુભાઇ ભંડેરી, સ્થાનિક ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઇ મુગરા (ગુરુજી), જિલ્લા મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, સોશિયલ મીડિયા કન્વીનર ભૌવદીપભાઈ પંડ્યા, જિલ્લા પંચાયત સદસ્ય લગધીરસિંહ જાડેજા, જિલ્લા ઉપાધ્યક્ષ ડી.ડી. જીવાણી, ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ નવલભાઈ મુગરા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા, રાવતભાઈ શિયાર, અને ધ્રોલ શહેર ભાજપના પ્રમુખ હિરેનભાઇ કોટેચા, કાળુભાઇ વરુ, સમીરભાઇ શુક્લ, ભગીરથસિંહ જાડેજા સહીત અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી.
તમામ મહાનુભાવોએ નવદંપતીને સુખી, સમૃદ્ધ અને મંગલમય લગ્નજીવન માટે શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
