<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

કચ્‍છ- મોરબી હાઇ-વે ઉપર એલપીજી ગેસ ટેન્‍કરમાં બ્‍લાસ્‍ટઃ પ વાહનો ભસ્‍મીભૂત

શિકારપુરથી રાજનસર સુધી લાં....બો ટ્રાફીકજામ સર્જાયોઃ અનેક વાહન ચાલકો હેરાન થયાઃ જાનહાની નથી

ભુજ-ટંકારા- મોરબીઃ કચ્‍છ- મોરબી હાઇ-વે ઉપર કાલે રાત્રીના એલપીજી ગેસ ભરેલા ટેન્‍કરમાં આગ ભભૂકતા દોડધામ મચી ગઇ હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર- અહેવાલઃ વિનોદ ગાલા (ભુજ), જયેશ ભટ્ટાસણા (ટંકારા), પ્રવિણ વ્‍યાસ (મોરબી).(૨.૭)

(વિનોદ ગાલા- જયેશ ભટ્ટાસણા- પ્રવિણ વ્‍યાસ દ્વારા) ભુજ-ટંકારા- મોરબી તા.૧: કચ્‍છ- મોરબી હાઇ-વે ઉપર ગતરાત્રીના એલપીજી ગેસ ટેન્‍કર પલ્‍ટી જતા આગ ભભૂકતા આજુબાજુના પ વાહનો ભસ્‍મીભૂત થતા દોડધામ મચી ગઇ હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતી.

કચ્‍છના ભચાઉ નજીક એલપીજી ભરેલા ટેન્‍કરમાં સામખીયાળી માળીયા હાઇવે ટેન્‍કરમાં બ્‍લાસ્‍ટ થતા આગ લાગી હતી. ફાયર ફાયટર ઘટનાસ્‍થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે રોડ પર રહેલા અન્‍ય પાંચ વાહનો સળગી ગયા હતા. હાઇવે પર આગની ઘટના લઇને ટ્રાફિકજામ થયો હતો. ટેન્‍કરમાં બ્‍લાસ્‍ટ ઘટના લઇને પોલીસે વધુ તપાસ હાથધરી છે.

મોરબી - કચ્‍છ નેશનલ હાઈવે પર સામખીયારી નજીક અજંતા ઓરેવા કંપની નજીક ગેસ ભરેલ ટેન્‍કર પલ્‍ટી મારી ગયા બાદ આગ લાગી હતી. વધુમાં આ અકસ્‍માત બાદ લાગેલી આગમાં ચારથી પાંચ જેટલા અન્‍ય વાહનો પણ ઝપટે ચડી જતા ગંભીર અકસ્‍માત બાદ મોરબી ફાયર બ્રિગેડની મદદ માંગવામાં આવતા વહેલી સવારે ફાયર બ્રિગેડનો કાફલો મદદ માટે દોડી ગયો હતો. જો કે, હજુ સુધી આ અકસ્‍માતમાં મળત્‍યુઆંક અંગેની કોઈ વિગતો સામે આવી નથી.

દુર્ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ કચ્‍છ - મોરબી નેશનલ હાઈવે પર કટારીયા નજીક કરણી કળપા હોટલ પાસે એલપીજી ટેન્‍કર પલ્‍ટી મારી ગયા બાદ અગન ગોળો બની હોટલના પાકિર્ંંગમા ધસી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વધુમાં ગેસ ટેન્‍કરમાં આગ બાદ વિસ્‍ફોટ થતા બોમ્‍બ ની જેમ ધડાકા સાથે ટેન્‍કર ફાટતા હોટલમાં ર્પાકિંગ પાસે પાર્ક કરેલા ચારથી પાંચ વાહનો પણ ફૂરચે ફુરચા ઉડી ગયા હતા. વ્‍હેલી સવારે બનેલી આ દુર્ઘટના બાદ કચ્‍છ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવ બાદ ભચાઉ ૧૧૨ દ્વારા મોરબી ફાયર બ્રિગેડની મદદ માંગવામાં આવી હતી.જો કે, આ દુર્ઘટનામાં મળત્‍યુ આંક હજુ સામે આવ્‍યો નથી. હાલમાં આગ સંપૂર્ણ પણે બુઝાઈ ગઈ હોવાનું જાણવા મળે છે.

કચ્‍છ મોરબીને જોડતા હાઈવે ઉપર હકડેઠઠ ટ્રાફિક જામ થતા વાહન ચાલકો હેરાન થયા હતા. હાઇવે ઉપર આવેલ સૂરજબારી પુલ પાસે મોડી રાત્રે LPG ગેસ ટેન્‍કર પલટી  જતા ભયંકર બ્‍લાસ્‍ટ થયો હતો. આજુબાજુના અનેક વાહનો બળીને ખાખ થયા હતા. એક વ્‍યક્‍તિનુ મોત થયાના બિન સત્તાવાર સમાચાર છે. શિકારપુર થી રાજનસર સુધીનો લાં..બો ટ્રાફિક જામ છે. હજજારો વાહનોના થપ્‍પા લાગ્‍યા છે.(૨.૭)

(11:19 AM IST)