<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

ગોંડલનાં અગ્રણી વકીલ અશોકભાઈ શુકલનુ અવસાન થતાં ચક્ષુદાન કરાયું

 (જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : બ્રહ્મસમાજના અગ્રણી અને સીનીયર એડવોકેટ અશોકકુમાર રમણીકલાલ શુકલનુ અવસાન થતા પરીવાર જનોએ સ્‍વ. અશોકકુમારનાં ચક્ષુદાન કરવા અંગે ગોંડલના સેવા ભાવિ આગેવાન જયભાઈ માધડે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા એમ્‍બ્‍યુલન્‍સ મારફતે ગોંડલ ખાતે સરકારી હોસ્‍પિટલના અધીક્ષક ડોક્‍ટર જયેશ વેસેટીયન અને ડો, કાર્તિક ડાભી અને મેડિકલ ટીમ ના દિપકભાઈ ભાસ્‍કર, નિતીન સાગઠીયા,

 દિપકભાઈ પારધી સહિતના ઓને પોતાની સેવાઓ બજાવી હતી આતકે રૂષિકેશભાઈ શુકલ, મનીષભાઈ શુક્‍લ,માનવભાઇ વઢવાણા, ભાવેશભાઈ પણસારા, મીલન ભાઈ શુકલ, જગદીશભાઈ પંડીયા, દિલીપભાઈ વઢવાણા, સુનીલભાઈ પણસારા અને પ્રણવભાઈ જોષી સહિતનાઓ હાજર રહેલા હતા. આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ ગોંડલના શુક્‍લ પરીવારની સેવાઓને બીરદાવી સ્‍વ. અશોકભાઈને શ્રધ્‍ધા સુમન અપૅણ કરેલ હતા ધોરાજી અને આજુબાજુના વિસ્‍તારમાં દેહદાન, ચક્ષુદાન, સ્‍ક્રીન ડોનેશન, માટે ૯૮૯૮૭૦૧૭૭૪-૯૮૯૮૭૧૫૭૭૫ અને સરકારી હોસ્‍પિટલ ધોરાજી ૦૨૮૨૪-૨૨૦૧૩૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્‍પિટલ ધોરાજી ને ૩૯૧મુ ચક્ષુદાન કરાયું છે

(12:07 PM IST)