News of Monday, 1st December 2025
ગોંડલમાં કોંગ્રેસ દ્વારા દારુ અને ડ્રગ્સનાં વેચાણનાં વિરોધમાં આવેદન

ગોંડલઃ વડગામનાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગુજરાતમાં દારુ અને ડ્રગ્સનાં ખુલ્લેઆમ વેચાણ સામે જનતા રેડ સહીત વિરોધ પ્રદર્શિત કરી ભ્રષ્ટ પોલીસનાં પટ્ટા ઉતરાવવાની વાતના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા ઠેરઠેર આવેદનપત્ર આપી દારુ ડ્રગ્સ અંગે વિરોધ વ્યક્ત કરાઇ રહ્યો છે. ગોંડલમાં પણ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ જણાવ્યું કે જિજ્ઞેશ મેવાણીને અમે સમર્થન આપીએ છીએ. ગુજરાત માં બેફામપણે દારુ અને ડ્રગ્સ વેંચાઇ રહ્યા છે.ગોંડલ માં પણ આજ પરિસ્થિતિ છે. દારુ ડ્રગ્સ અને અફીણનાં વેચાણ અંગે પોલીસ બધુ જાણેછે. છતા કોઇ પગલા લેવાતા નથી. લાખોનાં હપ્તા મળે છે. ત્યારે ભ્રષ્ટ પોલીસ નાં પટ્ટા ઉતરવાજ જોઇએ તેવું જણાવ્યું હતુ
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
