<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

ચોટીલાનાં ગુંદા ગામની સીમમાં વૃદ્ધ ખેડૂત પર દિપડાનો હૂમલોઃ સામાન્‍ય ઇજા

વન વિભાગે બે પાંજરા મૂકી દિપડો પકડવા કવાયત હાથ ધરી

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૧: ગામના લખમણભાઇ મકવાણા નામના વૃદ્ધ ખેડૂત રવીવારે સવારે ઘાસ વાઢવા ખેતરમાં ગયા હતા તે સમયે દિપડો અગાઉ થી જ ખેતરમાં ઘાસ વચ્‍ચે બેઠો હતો જે બાબતે ખેડૂત અજાણ હતા અને તેઓ ઘાસ વાઢી રહેલ ત્‍યારે પલકવારમાં દિપડાએ તેઓ ઉપર હૂમલો કરતા રાડ ફાટી ગયેલ હતી. વળધ્‍ધ ખેડૂતની ચીસ સાંભળી આસપાસના કામ કરતા અન્‍ય લોકો તુરંત દોડી આવતા દિપડો સામાન્‍ય ઇજા પહોચાડી નાસી જતા વળધ્‍ધ જગતાતનો ચમત્‍કારીક રીતે ઉગરી ગયેલ છે.

જો કે દિપડાએ અચાનક કરેલ હૂમલા માં ખેડૂતને એક હાથ અને ખંભાના આગળના ભાગે દિપડાના એક નોર થી ઇજા પહોંચતા લોહી નિગળતી હાલતમાં રેફરલ હોસ્‍પિટલે સારવાર માટે લવાતા તેઓને પાંચ જેટલા ટાંકા લઈ સારવાર બાદ રજા અપાયેલ હતી.

સમગ્ર ઘટના વાયુવેગે પંથકમાં પ્રસરતા ખેડૂતોમાં ફફડાટ સાથે ભયનો માહોલ છવાયેલ છે. તેમજ હૂમલો કરી માનવ લોહી ચાખી ગયેલ રાની પ્રાણી એવા દિપડાની વિસ્‍તારમાં રંઝાડ વધે અને હિંસક બને તે પહેલા સ્‍થાનિકોએ પકડવા માટે માંગ કરેલ છે.

આ ઘટના અંગે સ્‍થાનિક રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર એન. બી. રોજાસરાને જાણ થતા તેઓ ટીમ સાથે ગ્રાઉન્‍ડ ઉપર પહોચી ગયા હતા. દિપડાના હૂમલા ની ઘટનાને સમર્થન આપતા જણાવ્‍યું કે વહેલી સવારે નજીકમાં રહેલાસ્ત્રોત માંથી પાણી પી ને દિપડો ઘાસ ની વચ્‍ચે હશે અને ખેડૂત ઘાસ વાઢવા જતા અચાનક માનવ આવી જતા આ ઘટના બનેલ હોવાની સંભાવના વ્‍યક્‍ત કરી હુમલાખોર દિપડાને બે પાંજરા મૂકી પકડવા કવાયત હાથ ધરી હોવાનું જણાવ્‍યું હતું.

પંથકમાં દિપડાનો માનવ ઉપર હૂમલાનો પ્રથમ વાર બનાવ બનતા આસપાસના પંથકમાં સીમ વિસ્‍તારમાં રહેતા ખેડૂતો અને પશુપાલકોમાં હાલ ભય અને ફફડાટનો માહોલ છવાયેલ છે.(તસવીરઃ હેમલ શાહ)

(11:02 AM IST)