<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

લોકશાળા ખડસલી ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદ દ્વારા સુરતમાં યોજાયેલ કાર્યક્રમ

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧: આગામી તારીખ ૨૯ અને ૩૦ મી જાન્‍યુઆરીએ પૂજ્‍ય મોરારીબાપુની ઉપસ્‍થિતિમાં લોકશાળા ખડસલી ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું તોહ સંમેલન યોજાઇ રહ્યું છે. તે અંતર્ગત રાજકોટ, સુરત અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું. શનિવારે સાંજે અથર્વ ઇન્‍ટરનેશનલ સ્‍કૂલ ડીંડોલી ખાતે લોકશાળા ખડસલી ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદ સુરત શાખા દ્વારા સાહિત્‍યકાર મનસુખભાઈ સલ્લાના અધ્‍યક્ષ સ્‍થાને લોકશાળા ખડસલીના નિવળત્ત આચાર્ય અને પરિષદના પ્રમુખ દોસ્‍તભાઈ બલોચના અવિસ્‍મરણીય છબીઓ પુસ્‍તક વિમોચન સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન થયું.

આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે મુખ્‍ય મહેમાન તરીકે રાજકોટથી ગ્રામ સેવા મંડળના પ્રમુખ હિંમતભાઈ ગોડા, મુંબઈથી સામાજિક કાર્યકર પ્રવીણભાઈ પારેખ, લોકભારતી સણોસરા યુનિવર્સિટીના કુલપતિ રાજેન્‍દ્રભાઈ ખીમાણી, સુરતના સામાજિક અગ્રણી અને પત્રકાર પી.બી. ઢાકેચા, લોકશાળા ખડસલીના પૂર્વ આચાર્યશ્રી બળુભાઈ ગોડા, જાણીતા કવિ અને વાર્તાકાર મનોહરભાઈ ત્રિવેદી, કળષ્‍ણકુમારસિંહજી વ્‍યાયામ મંદિરના મેનેજિંગ ટ્રસ્‍ટી અને પરિષદના સ્‍થાપક વિનુભાઈ રાવલ, વિકલાંગ વિકાસ ટ્રસ્‍ટના પ્રમુખ હાજીભાઈ બાદી, અથર્વ ઇન્‍ટરનેશનલ સ્‍કૂલના ટ્રસ્‍ટી રાજેશભાઈ ગોલકિયા ઉપસ્‍થિત રહ્યા. પુસ્‍તક અને લેખકનો રોચક પરિચય મનોહરભાઈ ત્રિવેદીએ પ્રસ્‍તુત કર્યા પછી અધ્‍યક્ષ મનસુખભાઈ સલ્લા અને મહેમાનોના હસ્‍તે પુસ્‍તક વિમોચન કરવામાં આવ્‍યુ. ત્‍યારબાદ લોકશાળા ખડસલી ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદના મંત્રી કિશોરકુમાર જાની, પી.બી. ઢાકેચા, દોસ્‍તભાઈ બ્‍લોચ અને અધ્‍યક્ષશ્રીએ ઉદબોધન કરેલ. શાબ્‍દિક સ્‍વાગત પરિષદના ટ્રસ્‍ટી રજનીભાઈ દોંગાએ કર્યું. કાર્યક્રમના બીજા ઉપક્રમમાં હિંમતભાઈ ગોડા, રાજેન્‍દ્રભાઈ ખીમાણી, વિનુભાઈ રાવળ અને નાનજીભાઈ મકવાણાએ લોકશાળા ખડસલીમાં પૂજ્‍ય મોરારીબાપુના સાનિધ્‍યમાં યોજાઇ રહેલા તોહ સંમેલન અંગે છણાવટ કરીને સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હાજર રહેવા માટે આમંત્રણ આપ્‍યું. કાર્યક્રમનું સંચાલન  ભાવેશભાઈ દોંગા અને આભારવિધિ પરિષદના ટ્રસ્‍ટી અશ્વિનભાઈ વાટલીયાએ કરી. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે ટીમ સુરતના અગ્રણી કિશોરકુમાર જાની,  રજનીભાઈ દોંગા, જનકભાઈ સાવલિયા,  અશ્વિનભાઈ વાટલીયા, ભોજાભાઇ જોગરાના, ભાવેશભાઈ દોંગા, અલ્‍પેશભાઈ પંડ્‍યા, વલ્લભભાઈ ખૂંટ, દકુભાઈ માલાણી, રમેશભાઈ વાટલિયા, સંદીપભાઈ દોંગા, રમેશભાઈ ભંડેરી, નરેન્‍દ્રભાઈ ચાવડા અને વિપુલભાઈ મહેતાએ જહેમત ઉઠાવી. ઘણી મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ લોકશાળા ખડસલીના સોનેરી સંસ્‍મરણોને વાગોળી, ગુરૂજનોને પખાળી, કઢી-ખીચડી, ઓળા, રોટલા સુખડીનું હાર્યે વાળુ કરીને, રાષ્‍ટ્રગીતના બુલંદી ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. 

 

(11:04 AM IST)