તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
લાખણકા નજીક આઠ ડમ્પરો ઝડપાયા ચોટીલા પ્રાંત અને ટીમનું મોડી રાત્રે સઘન ચેકિંગ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા. ૧: ચોટીલા પંથકમાં ખનીજ માફિયાઓનું જામેલું સામ્રાજ્ય તોડવા પ્રાંત અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. ગત રાત્રીના બે કલાકના અરસામાં ચોટીલા જસદણ હાઇવે રોડ પર લાખણકા નજીક તદ્દન ગેર કાયદેસર સાદી રેતી ભરેલા આઠ ડમ્પરો ઝડપી પાડી ૩.૨૨ કરોડ નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ચકચાર સાથે ફફડાટ ફેલાયો છે.
ડીસેમ્બરના પ્રથમ દિવસે જ ઠંડી ના ચમકારા વચ્ચે રાત્રે ૦૨/૦૦ થી ૦૩/૦૦ વાગ્યાના અરસામાં ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા નાઓએ અને તેમની ટીમ દ્વારા અલખધણી હોટલ ની બાજુમાંથી પકડાયેલ ડમ્પરો અને તેમા ભરેલ ગે. કા રેતી નો જથ્થો મળી ઉકત ડમ્પરો.મળી કુલ ૩,૨૨,૦૦,૦૦૦/- ( અંકે રૂપિયા ત્રણ કરોડ બાવીશ લાખ પૂરા ) ની રકમનો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે. તેમજ પકડાયેલ વાહન માલિકો સામે ધ ગુજરાત મીનરલ (પ્રિવેન્શન ઓફ લિગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ ૨૦૧૭ મુજબ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી.
ગે. કા. સાદી રેતી ભરેલા જપ્ત કરેલા ડમ્પરો (1) NL 06 A 6503 (2) GJ 03 BY 8384
(3) GJ 03 BY 5841 (4) AS 02 DC 6389 (5)GJ 17 UU 9676 (6)NL 07 AA 4173 (7) DD 02 G 9585 (8) GJ 03 BY 3385
(૧) મહેશભાઈ મંગળુભાઈ ખવડ રહે.નવા જસાપર તાલુકો : સાયલા (૨) જયરાજભાઈ રંગપરા રહે. શાપર તાલુકો : સાયલા (૩) ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા રહે.થાનગઢ તાલુકો : થાનગઢ (૪) રાજુભાઈ નાગરભાઇ કટોસરના રે.નવા જસાપર તાલુકો : સાયલા (૫) જયદેવભાઈ રહે.ગોંડલ (૬) સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રહે.નવા જસાપર તાલુકો : સાયલા (૭) રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડીયા રહે.રતનપર તાલુકો : સાયલા (૮) શિવ એન્ટરપ્રાઈઝ રહે.ગોંડલ છે. (તસ્વીરઃ હેમલ શાહ)
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
