<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

જામજોધપુર ભાજપ મંત્રી પરેશ બકોરીના આપઘાતનું રહસ્‍ય અકબંધ : પોલીસ તપાસ

 

(મુકુંદ બદીયાણી-જીલ વ્‍યાસ દ્વારા) જામનગર-જામજોધપુર, તા., ૧ : જામનગર : જામજોધપુર ભાજપ શહેર મંત્રી પરકેશ બકોરીએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી છે. આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

જામજોધપુર શહેર ભાજપના મંત્રી પરેશ બકોરીએ આપઘાત કર્યો છે. તેમણે આજે સાંજે ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્‍યું છે. પ્રાથમીક માહીતી અનુસાર પરેશ બકોરી ભારતીય જનતા પાર્ટીમાં શહેર મંત્રી તરીકે કાર્યરત હતા. તેમના આ પગલાથી રાજકીય વર્તુળોમાં શોક વ્‍યાપી ગયો છે.

આ ઘટનાની જાણ થતા જ જામજોધપુર પોલીસે તાત્‍કાલીક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતદેહનો કબ્‍જો લઇ પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપ્‍યો છે. હાલ આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસ દ્વારા આ મામલે ઉંડાણપુર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બનાવને લઈને વેપારીના પરિવારમાં ભારે સોંપો પડી ગયો છે, તેમજ વેપારી આલમમાં પણ ભારે ચકચાર જાગી છે. તેઓએ કયાં સંજોગોમાં આત્‍મહત્‍યાનું પગલું ભરી લીધું, તે જાણી શકાયું નથી. આ મામલામાં પ્રફુલાબેન દીપકભાઈ કનેરિયાએ પોલીસને જાણ કરતાં પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ આર.આર. જાડેજા એ મળતદેહનો કબજો સંભાળ્‍યો છે, અને સમગ્ર બનાવના મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. (તસ્‍વીરઃ કિંજલકારસરીયા-જામનગર)

(11:42 AM IST)