<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

વિરમગામ પાસે ફાટકમાં ટ્રકસાથે અથડાતા બાઇકસ્‍વારનું મૃત્‍યુ

 

વઢવાણ તા.૧: વિરમગામ-માલવણ હાઈવે પર વણી ગામ નજીક રેલવે ટ્રેક પરના ઓવરબ્રિજ પર ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર યુવકનું ઘટનાસ્‍થળે જ કરુણ મોત નિપજ્‍યું છે. રવિવારે સાંજે ઓવરબ્રિજ પર એક ટ્રક બંધ હાલતમાં ઊભી હતી. આ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલું બાઇક બંધ ટ્રક સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્‍માતમાં બાઇક સવાર રાજેશ ઉર્ફે રાજુભાઈ બિજલભાઈ કેહડિયા (રહે. હેબતપુર ગામ, તા. પાટડી)નું ગંભીર ઇજાઓથી ઘટનાસ્‍થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતાં જ વિરમગામ રૂરલ પોલીસનો કાફલો સ્‍થળ પર દોડી ગયો હતો.

(1:47 PM IST)