તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Monday, 1st December 2025
પોરબંદરમાં લાયન્સ દ્વારા ભારતના સાઇકલ પ્રવાસમાં નીકળેલા સુબોધકુમારનું સ્વાગત
નવયુગ વિદ્યાલયમાં સુબોધકુમારના હસ્તે વૃક્ષારોપણઃ વિદ્યાર્થીઓને યુવા શકિત અંગે માર્ગદર્શન આપ્યુ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧: યુવા શકિતને જગાડવાના સંકલ્પ સાથે ભારતના સાઇકલ પ્રવાસમાં નીકળેલા સુબોધકુમાર પોરબંદર આવી પહોંચતા લાયન્સ દ્વારા સ્વાગત કરાયું હતું.
લાયન્સ ક્લબ દ્વારા સાઇકલ પ્રવાસી સુબોધકુમારના સ્વાગત બાદ રોજ શક્તિ સંકલ્પ સફર અંતર્ગત સમગ્ર ભારતના સાયકલ દ્વારા પ્રવાસે નીકળેલ લાયન સુબોધ કુમારના વરદ હસ્તે નવયુગ વિદ્યાલય પોરબંદરમાં વળક્ષારોપણ તેમજ તેમના સ્વાગત સાથે વિદ્યાર્થીઓને યુવા શક્તિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆતમાં નવયુગ વિદ્યાલયના પ્રિન્સિપાલ તુષાર પુરોહિત સાહેબના માર્ગદર્શન હેઠળ ખીમેશ થાનકી સાહેબ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
શક્તિ સંકલ્પ સફર અંતર્ગત સમગ્ર ભારતના સાયકલ દ્વારા એક લાખ કિમી તેમજ ભારતના તમામ રાજ્યમાં આ પ્રવાસ દરમિયાન એક લાખ જેટલા વળક્ષો વાવી પર્યાવરણ પ્રત્યે પોતાનું ઋણ ચૂકવવા નીકળેલ રાયગઢ મહારાષ્ટ્રના રહેવાસી લાયન સુબોધ કુમાર રાજસ્થાનનો પ્રવાસ પૂરો કરી ગુજરાતમાં પોરબંદર આવેલ હતા. લાયન્સ ક્લબ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ નવયુગ વિદ્યાલય પોરબંદરના પટાંગણમાં લાયન્સ ક્લબના ઉપસ્થિત સભ્યો સાથે એક વળક્ષ તેમના હાથે વાવવામાં આવ્યું હતું.
અત્યાર સુધીમાં લાયન સુબોધ કુમાર દ્વારા ચાલીસ હજાર કિમીનો પ્રવાસ પૂર્ણ કર્યો છે અને સાથે સાથે ચાલીસ હજાર જેટલા વળક્ષો વાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં નવયુગ વિદ્યાલય પોરબંદરના શિક્ષક ખીમેશ થાનકી તેમજ લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન અજય દત્તાણી, સેક્રેટરી લાયન ચિરાગ કક્કડ, ટ્રેઝરર લાયન અશ્વિન ઠાકર, થર્ડ વાઇસ પ્રેસિડેન્ટ લાયન હરદત્ત પુરી ગોસ્વામી, ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન લાયન નિધિ શાહ મોઢવાડીયા , પૂર્વ પ્રમુખ લાયન રાજેશ લાખાણી, લાયન રાજીવ વ્યાસ, લાયન્ જયેન્દ્રભાઇ ખૂંટી લાયન દુર્ગાબેન લાદીવાલા અને લાયન વર્ષા બેન ગજ્જર તેમજ તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા નવયુગ વિદ્યાલય, પોરબંદરના પ્રિન્સીપાલ તુષારભાઈ પુરોહિતનો આભાર માનવામાં આવ્યો હતો. આભાર વિધિ લાયન ગોસ્વામી હરદત્તપુરી દ્વારા કરવામાં આવી હતી.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
