<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

બગદાણા પાસે પંકચર પડેલા આઇશર પાછળ ટ્રક અથડાતા પાંચને ઇજાઃ આઇશર દુકાન સાથે અથડાતા દુકાન તૂટી ગઇ

 

 (ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૧: અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર રોજ નાના-મોટા અકસ્‍માતો સર્જાતા હોય છે ત્‍યારે અકસ્‍માતનું હબ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે બની ગયું છે ત્‍યારે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલા બલદાણા ગામના પાટીયા પાસે રસ્‍તામાં પડેલા આઇસર પાછળ ટ્રક ધડાકા ભેર અથડાયો છે.

બેન્‍ડ લઈ અને જતા આઇસર પાછળ ટ્રક ઘૂસી જવા પામ્‍યો છે જેને લઇને પાંચ લોકોને ઇજાઓ થવા પામી છે જોકે સ્‍થાનિક લોકો દ્વારા તાત્‍કાલિક ધોરણે એમ્‍બ્‍યુલન્‍સ નો સંપર્ક સાદી અને ઇજાગ્રસ્‍ત અને સુરેન્‍દ્રનગરની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા છે આઇસર બંધ પડ્‍યું હતું અને પંચર કરી રહ્યું હતું તે દરમિયાન પાછળથી ટ્રક આવી અને ધડાકાભેર અથડાવવા પામ્‍યો છે

જોકે નજીકમાં આવેલી દુકાનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્‍યું છે અને અકસ્‍માત બાદ આઇસર દુકાન સાથે પણ ધડાકા ભેર અથડાતા દુકાનો પણ તૂટી ગઈ છે પાંચ લોકો ઇજાગ્રસ્‍ત હોવાના પગલે હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે ે બેન્‍ડ લઈ આઇસરમાં લગ્ન પ્રસંગમાં જતા હતા તે દરમિયાન પાછળના ભાગે ટ્રક અથડાતા અકસ્‍માતનું નિર્માણ થયું છે. જોકે અકસ્‍માત સર્જી ટ્રક ચાલક ફરાર બની જતા તેની પણ શોધખોળ હવે પોલીસ વિભાગે શરૂ કરી છે.

(1:48 PM IST)