<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

રાજ્‍યમંત્રી વેકરીયા અમરેલી જિલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંકના હેડ ઓફિસના બિલ્‍ડીંગના ભૂમિપૂજન સમારોહમાં સહભાગી બન્‍યાં

અમરેલી, રાજ્‍યના કાયદો અને ન્‍યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્‍યમંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા ધારી રોડ પરના અમર ડેરી ચિલિંગ પ્‍લાન્‍ટ ખાતે અમરેલી જિલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંકના હેડ ઓફિસના નવનિર્મિત થનાર બિલ્‍ડીંગના ભૂમિપૂજન સમારોહમાં સહભાગી બન્‍યા હતા. સમારોહમાં ઇફફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, અગ્રણી મનીષભાઈ સંઘાણી, અગ્રણી હિરેનભાઈ હિરપરા સહિતના મહાનુભાવો અને સહકારી આગેવાનો ઉપસ્‍થિત રહી સહભાગી બન્‍યા હતા.

(12:18 PM IST)