તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
અમરેલી જીલ્લામાં ત્રણ દિવસમાં સિંહ દિપડાના ત્રણ હુમલામાં બે બાળકોના મોત અને એક યુવકને ઈજા
ધારીના ત્રંબકપુર સીમમાં દિપડાએ ખેતમજુરની એક વર્ષની બાળાને ફાડી ખાધીઃ રસોઈ બનાવતી માંની બાજુમાંથી બાળકીને ઉઠાવી દિપડો ભાગ્યો પણ પુત્રીને બચાવી ન શકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા., ૧: ધારી તાલુકાના ત્રંબકપુર ગામની સીમમાં પુરૂષોતમભાઈ મોરીની વાડીમાં એમપીના અર્જુન નીનામા પરીવાર સાથે ખેતીકામ કરતા હોય.અને વાડીની કાચી ઓરડીમાં રહેતા હોય.ત્યારે તેમના પત્નિ ઓરડીની બહાર ચુલા ઉપર રોટલા બનાવી રહયા હોય. અને તેની એક વર્ષની પુત્રી રીંકુ બાજુમાં રમતી હોય.ત્યારે શિકારની શોધમાં એક દિપડો ત્યાં આવી ચડયો હતો.
અને બાળકીની માતા આ વાતથી અજાણ હતી.દિપડાએ ચુપકીદીથી તરાક મારી બાળકીને ગળામાંથી પકડી નાસી છુટયો હતો.અને રસોઈ કરી રહેલી માતાએ દિપડા ઉપર છુટા વેલણનો ઘા કરી અને બુમાબુમ કરતા ત્યાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.તેમજ વનવિભાગને પણ જાણ કરવામાં આવી હતી.અને આસપાસના વિસ્તારમાં તપાસ કરતા છોડે દુરથી બાળકીનો ખવાયેલ હાલતમાં મળતદેહ મળી આવ્યો હતો.વનવિભાગ દ્વારા દિપડાને પકડવા માટે ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં ૭ પાંજરા ગોઠવવામાં આવેલ છે.જીલ્લામાં ત્રણ દિવસમાં સિંહ અને દિપડાના ત્રણ હુમલામાં બે બાળકોના મોત થયા હતા.અને એક યુવકને ઈજા થઈ હતી.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
