તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Monday, 1st December 2025
ગીર નેશનલ પાર્ક સાસણગીરની રૂમ તથા સફારી બુક કરવાની ફેક વેબસાઈટ
બનાવી ફ્રોડ કરનાર મુખ્ય સુત્રધાર મેવાતીને ઝડપી લેતી મેંદરડા પોલીસ

જુનાગઢ, તા.૧: રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ ઝાંઝડીયા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ.આર.ઓડેદરાએ સાસણગીરની રૂમ તથા સફારી બુક કરવાની ફેક વેબસાઈટ બનાવવાનો ગુનો રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રીની ફરીયાદ આધારે દાખલ થયેલ હોય જે ધ્યાને લઈ આરોપી શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે વિસાવદર ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક રોહીતકુમારના માર્ગદર્શન હેઠળ મેંદરડા પો.સ્ટે.ના પો.ઇન્સ. પી.સી.સરવૈયા દ્વારા ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરેલ.
વધુ વિગતો જોતા ફરીયાદી યશ ભરતકુમાર ઉમરાણીયા રેન્જ ફોરેસ્ટ અધિકારી રહે. સાસણ વાળાએ આપેલી હકિકત મુજબ સરકારી સિંહસદન ગેસ્ટ હાઉસમા કોઇજાતની ઓનલાઇન બુકિંગ પ્રણાલી કે વેબસાઇટ અમલમા ન હોય તેમ છતા અજાણ્યા ઇસમે નકલી વેબસાઇટો જેની યુઆરએલ લીંક છે તે બનાવેલ તથા તેને અસલી વેબસાઇટ જેવી બતાવી તેના મારફતે નાગરીકોના ગેરકાયદેસર રીતે રુમબુકિંગ તથા સફારી બુકિંગ લઇ તેના નાણા ટ્રાન્સફર કરાવી લઇ નકલી રીસીપ્ટ ઇસ્યુ કરી ?વાસીઓ અને વનવિભાગ સાથે છેતરપીંડી કરેલ હોય અને બનાવટી ઇલેકટ્રોનીક રેકોર્ડ ઉભુ કરી તેને અસલી જેવુ બતાવી તેનો દુરઉપયોગ કરી ગુન્હો આચરવામા આવેલ હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી ત્ભ્લ્ રોહીતકુમારના ટેકનીકલ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા આઇ.પી. ડીટેલ્સ તેમજ અન્ય ટેકનીકલ એનાલીસીસના આધારે ફેક વેબસાઇટ મેવાત પ્રદેશના ડિગ જીલ્લા રાજસ્થાન ખાતેથી ઓપરેટ થઇ રહેલ હોવાનું જણાઇ આવેલ હોય આરોપીને શોધી કાઢવા પોલીસ ઇન્સપેક્ટર પી.સી.સરવૈયાનાઓની આગેવાનીમા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા રાજસ્થાન ખાતે તપાસમા જઇ આરોપી રાશિદખાન અયુબખાન જાતે.મેવ મુસ્લિમ ઉ.વ.૨૩ રહે. કાબાન કા વાસ,ગઢી મેવાત તા.જી.ડિગ, રાજ્ય-રાજસ્થાન વાળાને શોધી કાઢી ગુનો આચરવામા વોટસઅપ કોલીંગ માટે ઉપયોગમા લીધેલ બંને મોબાઇલ ફોન સાથે ધરપકડ કરેલ છે.
આ ગુનાના કામે ભારત સરકારના NCCRP PORTAL મા કુલ ૨૦ જેટલી અન્ય ફરીયાદો થયેલ છે.ભોગ બનનાર મુલાકાતી નાગરીકોમા વડોદરા શહેરના ૦૨, તથા ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર,બિહાર, દિલ્હી, તેલાંગણા, અને હરીયાણા રાજયના નાગરીકોનો સમાવેશ થાય છે. છે. આ કામનાઆરોપીએ ઓરિસ્સા જગન્નાથ મંદિર ટ્રસ્ટની ફેક વેબસાઇટ તેમજ શ્રી રામ આશ્રમ - દિલ્હીની તેમજ અન્ય આશ્રમો અને હોટેલોની પણ ફેક વેબસાઇટ બનાવેલ છે.આ ગુનાની આગળની તપાસ પોલીસ ઇન્સપેક્ટર પી.સી.સરવૈયાનાઓના ચલાવી રહેલ છે.
આરોપી સ્કુલ ડ્રોપઆઉટ હોવા છતા હેન્ડસ ઓન પ્રેકટીસથી ટેકનોલોજી શીખીૅ TECHDO" નામની વેબ ડિઝાઇનીંગ સોફ્ટવેર કોડિંગ તેમજ એપ્લીકેશન વિગેરે શીખવાડતી ઇન્સટીટયુટ પોતાના વતન ખાતે ચલાવે છે. આરોપી નકલી વેબસાઇટ બનાવી બોગસ નંબર થી વોટસઅપ કોલીંગનો ઉપયોગ કરી નાગરીકોને પોતે તથા પોતાના સાગરીતો મારફતે પોતાની વાતોની જાળમાં ફસાવી સાયકોલોજીકલ યુકિતીઓ વાપરી ઓનલાઈન ભાડે લીધેલા એકાઉન્ટ મા બુકિગ ના નામે પૈસા લઈ લીધેલ પૈસા ની રીસીપ્ટ ઈસ્યુ કરી નિર્દોષ નાગરીકો ને વધુમા વધુ પૈસા પડાવવા ની એમ.ઓ ધરાવે છે. સદરહુ કેશ મા આરોપી એ પોતે ફોરેસ્ટ ઓફિશીયલ હોવાનો ડૉળ કરી સાસણ ગીર નેશનલ પાર્ક આવવા માંગતા મુલાકાતીઓ ને ફસાવી તેઓની સાથે છેતરપિંડે કરી નાણા પડાવેલ છે. આ આરોપી ઓ પોતના વતન ની ભૌગોલિક પરસ્થિતિઓ નો પણ ગુનો કરવા માટે પયોગ કરે છે તેઓ તેમના અંતરીયાળ તેમના ગામની નજીક આવેલા પહાડ, જંગલ,વાડી વિસ્તાર મા ચાલ્યા જઈ ત્યાથી જ કોલીંગ કરી પોતાના ગુનામા વપરાતા મોબાઈલ ફોન્સ ત્યા જ સંતાડી ગુના આચરે છે. આ વિસ્તાર ખાતે રાજસ્થાન, હરીયાણા, તર?દેશ રાજય ની બોર્ડર લાગતી હોય પોલીસ ની ભીંસ વધતા અન્ય રાજયો મા પણ નાસી છુટે છે.
આ કામગીરી મેંદરડા પો.સ્ટેના પો.ઇન્સ. પી.સી.સરવૈયા સાહેબ તથા પો.હેડ.કોન્સ. જયેશભાઇ વિકમા, પો.હેડ.કોન્સ. હાદાભાઈ, પો.કોન્સ.આશીષભાઇ વડિયાતર, પો.કોન્સ. રાકેશસિંહ દયાતર, પો.કોન્સ. ભગીરથસિંહ બુડા, વિગેરે સ્ટાફ દ્વારા સાથે મળી કરવામા આવેલ છે
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
