તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Monday, 1st December 2025
જુનાગઢના ગુજસીટોકના આરોપી ધીરેન કારીયા વોન્ટેડ જાહેરઃ પોસ્ટરો લાગ્યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧: લીસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાને વોન્ટેડ જાહેર કર્યાના પોસ્ટર લાગ્યા છે. ધીરેન કારીયા સામે ગુજસિટોકનો ગુનો નોંૅધાયો છે.
આરોપી ધીરેન ઉર્ફે ડી.કે. અમળતલાલ કારીયા રહે. બ્લોક નં.૩૦૩, નોબલ પ્લેટેનીયમ, રાયજીબાગ, જૂનાગઢ જૂનાગઢ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૨૦૧ ૨૦૨૫ ગુજસીટોક (G.C.T.O.C.) મુજબના ગુન્હામાં નાસતો-ફરતો હોય અને સંગઠીત ગુનાહિત ટોળકીનો મુખ્ય આરોપી હોય જેના વિરુધ્ધ નામદાર સ્પેશ્યલ ગુજસીટોક,ક્ષેશન્સ કોર્ટ, રાજકોટનાઓ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS) કલમ-૭૨ મુજબનું ‘ધરપકડ વોરંટ' ઇસ્યુ કરેલ છે તેમ છતાં આરોપી નાસતો ફરતો હોય જેથી BNSS કલમ-૮૪ મુજબનું વોરંટ (ફરારી જાહેરનામું) જાહેર કરવામાં આવેલ છે. આરોપીની ભાળ માહિતી મળ્યેથી જાણ કરવા વિનંતી છે. આરોપીની સચોટ માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામા આવશે.
વધુ માહિતી માટે હિતેષ ધાંધલ્યા (નાયબ પોલીસ અધિક્ષક) જૂનાગઢ વિભાગ, જૂનાગઢ મો.ન. ૯૯૭૮૪ ૦૭૮૯૮/ ફોન નં. ૦૨૮૫-૨૬૩૦૬૦૩/ મો.નં. ૯૫૧૨૨ ૧૧૧૦૦ નો સંપર્ક કરવા જણાવ્યું છે
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
