<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

ગીરનાર ઉપર ૯.૮ ડીગ્રીઃ નલીયા કરતા કંડલામાં વધુ ઠંડક ૧૦.૪ ડીગ્રીઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં વધઘટ

મોડી રાત્રી અને વહેલી સવારે ઠંડકથી વધુ અસરઃ બપોરે ગરમી

રાજકોટ તા. ૧ :.. સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં વધઘટ અનુભવાઇ રહી છે. આજે ગિરનાર ઉપર ૯.૮ ડીગ્રી, કચ્‍છના નલીયામાં ૧૪.૮ ડીગ્રી જયારે કંડલામાં ૧૦.૪ ડીગ્રી ઠંડી નોંધાવતા નલીયા કરતા કંડલામાં આજે વધુ ઠંડી પડી છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.  જુનાગઢ સહિતના વિસ્‍તારોમાં આજે સવારે ઠંડીનું મોજુ ફરી વળતા લોકો ઠુઠવાઈ ગયા હતા.

ગઈકાલે જુનાગઢ ખાતે સવારે લઘુતમ તાપમાન વધીને ૧૭ ડિગ્રી નોંધાયા બાદ આજે તાપમાનનો પારો નીચે ઉતરીને ૧૪.૮ ડિગ્રીએ સ્‍થિર થતા સમગ્ર જૂનાગઢ વિસ્‍તારમાં ઠંડી વધી હતી.

શહેરના ગિરનાર પર્વત ઉપર પણ ઠંડીનો પારો નીચે ઉતરીને ૯.૮ ડિગ્રીએ આવી જતા સમગ્ર પર્વતીય વિસ્‍તારમાં પણ તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્‍યું હતું.

ઠંડી વધવાની સાથે આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૧.૫ કિલોમીટરની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૭., મહત્તમ તાપમાન ૩૦, ભેજનું પ્રમાણ ૭૬ ટકા, પવનની ગતિ ૩.ર કિ. મી. રહી છે.

(3:12 PM IST)