તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
સાળંગપુરમાં શ્રી કષ્ટભંનજન દેવ હનુમાનજી દાદાને રંગબેરંગી શેવન્તી ફૂલોનો દિવ્ય શણગાર

રાજકોટ, તા.૧: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ. પૂ. શાષાી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તા.૩૦-૧૧-૨૦૨૫, રવિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વળંદાવનમાં તૈયાર થયેલા વાઘા અને રંગબેરંગી શેવન્તી ફુલોનો હતો. આજે સવારે ૦૬:૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને વળંદાવનમાં તૈયાર થયેલા વાઘા સિલ્કના કાપડના એમ્બ્રોઇડરી વર્કવાળા ફુલની ડિઝાઈનના વાઘા પહેરાવ્યા હતા. મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના આ દર્શનનો લ્હાવો લઈને દરેક ભક્તો ધન્યતા અનૂભવી રહ્યા છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
