News of Tuesday, 2nd December 2025
મોરબીમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ ૩૦ ડિસેમ્બર સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત.
આ યોજનાઓ લાભ લેતા મોરબી શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી જરૂરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ સહાય મેળવતા લાભાર્થીઓએ દર વર્ષે હયાતીની ખરાઈ કરવાની હોય છે. જે અન્વયે આ યોજનાઓ લાભ લેતા મોરબી શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓએ આગામી ૩૦/૧૨/૨૦૨૫ સુધીમાં સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ દરમિયાન અને સાંજે ૦૩:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન મોરબી શહેર મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ ખાતે હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે. હયાતીની ખરાઈ કરાવવા માટે જરૂરી આધાર પુરાવા જેવા કે, ગંગા નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના સહાયના હુકમની નકલ, આધારકાર્ડની નકલ તેમજ બેંક પાસબુક જેવા જરૂરી સાધનિક કાગળો સાથે લાવવા મોરબી મામલતદાર શહેરની યાદીમાં જણાવાયું છે
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
